SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ GSERBS સત્સંગ-સંજીવની EXERCARTOO થી જ અફસોસી રહે છે. હાલ બીજા કોઇ પણ પ્રકારની ચિંતા રાખતો નથી. જે ખેદ રહે છે અને જે ખેદ ગમે તેમ કરૂં તો મટે તેમ નથી. તે એ છે કે આપને જે નિરૂપાયિક સ્થિતિમાં રહેવા દેવાનું કરવાને બદલે આપને શ્રમ દેવામાં હું નિમિત્ત થાઉં છું. એ મારી મૂઇ છે. હવે આપની કૃપાથી મારું શરીર સારું થાય અને દોષી ટળી જાય તો પછી આપને વ્યવહારિક ઉપાધિ ન રહે એવી મારી નમ્ર પ્રાર્થના છે. પિતાશ્રીજી હજુ મોરબી છે. આજ કાલમાં આવવાનો સંભવ છે. માતુશ્રીજીનું આરોગ્ય સારું રહે છે. એ જ વિનંતી. - અલ્પશ દીનદાસ છોરૂ મનસુખના (રવજીભાઈ) ત્રિકાળ નમસ્કાર હો. પૂ. શ્રી ડુંગરશીભાઇ કલાભાઇનો પત્ર પત્ર-૮૪ ભાદરવા સુદ ૫, શુક્ર, ૧૯૫૨ સહજાત્મ સ્વરૂપ પરમાત્માને ત્રિકાળ નમસ્કાર તથા ભાઇ સૌભાગ્યભાઇને નમસ્કાર. જોગ શ્રી સાયલેથી લિ. આપનો સેવક ડુંગર કલા. વિશેષ લખવાનું કે હું ભાદરવા સુદ ૪ ગુરૂવારની સાંજના છ વાગતાં અહીં પહોંચ્યો છું. ખુશી આનંદથી પહોંચ્યો છું. રસ્તામાં મને આપના પરતાપથી કોઇ જાતની અડચણ કે વ્યાધિ આવી નથી. પણ આપના વિયોગનું થવું એની અફસોસી તલભર પણ અંતરમાંથી મટતી નથી. આપના જેવા સત્પરુષને પરમાત્માદેવના દર્શન હરદમ રહેવા જોઇએ. તે ન રહે તેટલી જ અફસોસી રહે છે. ચાલતી વખત મન ઉદાસ રહેલું તેથી આપની સેવા બરાબર થઇ નથી, બની નથી એ ક્ષમા કરશોજી. ચંદનનો ગુણ મૂકે નહીં એવો ભગતિનો સ્વભાવ શાનીઓનો છે. આપની કીરપા છે તેવી જ નિભાવશો. ને આપના સત્સમાગમનો લાભ મળ્યો તેથી મને ઘણી જ શાંતિ છે. અને હજુ એક વખત આપના ભેગા થઇ સત્સમાગમ થવાની પિપાસા અંતરને વિષે રહે છે. તો હવે પરમાત્માની કૃપા હશે ત્યારે ભેગા થવાશે. સૌભાગ્યભાઈને કહેલ છે તે કાગળ મોકલશો. વચનામૃતની પ્રતિ ૧, મને મોકલાવવા કીરપા કરશોજી. અવશ્ય મહેર કરશોજી. - ભાદરવા સુદ ૫ ને શુક્રવારના દિવસે સંવત્સરી પડીકમણું કરતાં સર્વે જીવોની સાથે ખમત ખામણા કરી ચતુર્વિધ શ્રી સંઘાદિ સાધર્મિ ભાઇઓની સાથે ઉત્પન્ન થયેલો વૈર વિરોધ સર્વે ખમાવ્યો છે. તેમજ આ પૂરણ થયેલા વરસના દિવસોમાં આપ પરમાત્માની સાથે પણ, જે કંઇ જાણતે અજાણતે ભૂલે ચૂકે મારા તરફથી અપ્રીતિ, અવિનય થયો હોય તે સરવ મન, વચન, કાયાએ કરી બે હાથ જોડીને હું આપ સાહેબની સાથે વારંવાર ખમાવું છું, આપ પણ ક્ષમા કરશો. આપના સમાગમમાં ભેળા થયેલા સરવ ભાઇયુને પણ ખમાવું છું. આપના તરફથી ખુશી આનંદના પત્ર લખશો. અને આપના બોધ વચન, અમરત જેવા બોલો, સાંભળવાને તથા વાંચવાને ઘણો જ આતુર છે. આપનો દર્શનાતુર સેવક ડુંગર કલા હું આપના દરજા પ્રમાણે ઉપમા કે વિધિ લખી જાણતો નથી. તો કાંઇ આપને અજોગ લાગે તો ક્ષમા કરશોજી.. ૮૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy