SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની પત્ર-૭૦ સંવત ૧૯૫૨ પૂજ્ય રાજ્યચંદ્ર દેવ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર. હું અત્રે ઉત્તરાધ્યયન ૧૧મું વાંચું છું તેમાં ફક્ત બહુશ્રુતના ગુણગ્રામ કરૂં છું એવી બુદ્ધિએ પરષદામાં વાંચું છું. અને જ્યાં સાધુપણાનો અધિકાર અગર જ્ઞાનીઓનો અધિકાર આવે ત્યાં તેમના ગુણગ્રામની બુદ્ધિ રાખું છું ને કદાપિ વૈરાગ્ય ઉપશમની વાત આવે તે સજ્ઝાય કહી મારા આત્માને ઉપદેશબુદ્ધિએ ગ્રહણ કરૂં છું. તેમ છતાં પણ ઉપદેશ બુદ્ધિ અહંકારે કરી થાય તે મારાં કરમનો દોષ. અર્ધશીખી વિદ્યામાં દહન થાઉં છું ને મુંઝાઉં છું. ને આપના સત્સંગ વિના મારૂં ચિત્તચક્ર ઠેકાણે બેસતું નથી. તે મને ક્યારે જોગ મળે ને અંતરાય તૂટે તે કાંઇ સમજાતું નથી. દઃ લીંગધારી દેવકરણજી. હાલ મને જે સ્ફુરણા થઇ આવી તે લખ્યું છે. આ વાતમાં મને બાધકા૨ક કેટલું છે તે તે દયા કરી લખશો તો હું તમારો મોટો આભાર માનીશ ને કાગળની રાહ જોઇશ. (જવાબ વ. ૭૧૬) પત્ર-૭૧ ભાદરવો, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ અપૂર્વ ઉપગારી પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર પ્રશ્ન - મોક્ષમાર્ગ ગ્રંથ વિષે શ્વેતાંબર મત નિરૂપણ કર્યું છે તે શાસ્ત્રો કલ્પિત કહે છે. ને ઉપગરણ-લીંગઆહાર વિગેરે જે નિરૂપણ કર્યું છે તે તે યથાર્થ છે કે કેમ ? તે જરા શંકા જેવું છે, માટે કૃપા કરી ખુલાસો આપશો એવી આશા છે. બાકી સમ્યક્શાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર ઇત્યાદિ નિરૂપણ છે, તે આપની મુખવાણી સમાન અપૂર્વ ઉપદેશ અત્યંત હિતકારી છે. ખુલાસા સાથે નિરૂપણ કર્યું છે. તેમાં વિચારતાં અત્યંત પ્રેમ આવે છે. 1131133 દા. દીનદાસ દેવકરણના નમસ્કાર પ્રાપ્ત થાય. I વિનંતી – જાણે અહંકાર સિવાય ઉપદેશ દઇ શકતો નથી એવો ભય વર્ત્યા કરે છે. મને તમારો મોટો આશ્રય છે. તેમ છતાં ભય રહે છે. માટે નિર્ભય થવાને કાંઇ કૃપા કરશો. તે વિષે આજ્ઞા કરશો તેમ વર્તીશ. 1 દઃ દેવકરણના નમસ્કાર. ७८ હે પ્રભુ, હવે તુમારે પસાયે કોઇ મતભેદ તથા સંશય ઘણા વર્તતા નથી. જેમ બને તેમ તમારા તરફ વૃત્તિ વળે છે. ને પ્રવૃત્તિને સંકોચવાને જેટલો બને તેટલો યથાશક્તિ પુરૂષાર્થ કરૂં છું. એ જ વિનંતી. બાહ્યદષ્ટિ લૌકીક વ્યવહારમાં અનંતકાળ થયાં ભમે છે. તેથી ઉપરામ થઇ આપના સ્વરૂપ પ્રત્યે એકત્વપણું ક્યારે થાશે - એ માગું છું. “પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.'' શ્રી સહજાત્મસ્વરૂપ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. (જવાબ વ. ૮૦૭)
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy