SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ GRESS // સત્સંગ-સંજીવની ) (પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના) સરકાર શ્રી સદ્ગુરૂ ચરણાય નમઃ અહો ! આપનું નિરાવરણ જ્ઞાન ! અહો ! આપના વચનાદિ યોગનો ઉદય ! તો અહો ! તે અમૃત વચનો ઝીલી મુમુક્ષુજનો ઉપર પરમ ઉપકાર કરનાર મુમુક્ષુ શિરોમણી પૂ. શ્રી અંબાલાલભાઇ ! અત્યાર સુધીમાં પ્રગટ થયેલા પરિચયો તથા પત્રોથી પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધાવત મુમુક્ષુઓને પ્રેમભક્તિનિષ્ઠા બળવાન થવાનું ઘણું ઘણું નિમિત્ત બન્યું છે, તેમ છતાં અપ્રગટ લખાણ પણ ઘણું છે. તે સંશોધન કરી આ સંકલનરૂપ ગ્રંથ આત્માર્થી બંધુઓનાં કરકમળમાં મૂક્તાં અમોને પરમ હર્ષ થાય છે, તે પરમકૃપાળુદેવ પ્રત્યે, આપણા આરાધ્ય દેવ પ્રત્યે - અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન કરનાર થાઓ. - આ પુસ્તકમાં મુખ્યત્વે, પરમ પૂજ્યશ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવ પ્રત્યે લખેલા પત્રો, મુમુક્ષુઓ ઉપર લખેલા પત્રો, મુમુક્ષુઓએ પૂ. શ્રી અંબાલાલભાઇ પ્રત્યે લખેલા પત્રો તથા પૂજ્ય શ્રી અંબાલાલભાઇના પવિત્ર સમાધિ મરણનું વૃત્તાંત છે. તેમજ બીજા અન્ય અપ્રગટ પરિચયો, અવધાન સમયના અપ્રગટ કાવ્યો, પૂજ્ય પ્રાતઃ સ્મરણીય દેવમાતા સંવત ૧૯૭૦ની સાલમાં ખંભાત પધારેલા તે વખતે તેઓએ લખાવેલી નોંધ વગેરે છે, જે સર્વનો અનુક્રમણિકા ઉપરથી સુજ્ઞ વાચકને ખ્યાલ આવશે. આ કાળના મુમુક્ષુઓ ઉપર પૂજ્ય શ્રી અંબાલાલભાઇનો કેટલો ઉપકાર છે તે વાણીથી વર્ણવવું અશક્ય છે. પરમકૃપાળુદેવે જ જ્યારે એક યા બીજા પ્રકારે તેમને બિરદાવ્યા છે, તે યાદ કરી, સંભારી પાવન થઇએ. અહો! અનંત ભવના પર્યટનમાં કોઇ સત્પષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો..........” - તમારા સમાગમનો ઈચ્છક (વ. ૧૩૯) ‘‘અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન (વ. ૧૭૨) | “તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઇ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઇ રીતે જીવનો છૂટકો થવો કોઇ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઇ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે.” (વ. ૧૭૩) કરશો.....”
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy