SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (प०) मानेति।मानं-परिमितिस्तस्या यो व्यवहार:-'इदं महदिदमणु' इत्याद्यात्मकः, तस्य कारणं परिमाणमित्यर्थः। दण्डादिवारणाय मानेति। कालादिवारणाय असाधारणेति।शब्दत्ववारणाय कारणमिति। नवद्रव्येति। चतुर्विधमपि परममध्यमभेदेन द्विविधम् । तत्र परमाणुहूस्वत्वे परमाणुमनसोः। मध्यमाणुहूस्वत्वे द्वयणुके। परममहत्त्वदीर्घत्वे गगनादौ। मध्यममहत्त्वदीर्घत्वे घटादौ । 'एतन्मौक्तिकादिदं मौक्तिकमण्वि' ति व्यवहारस्यापकृष्टमहत्त्वाश्रयत्वाद् गौणत्वं बोध्यम्। एवमेव केतनाद् व्यजनं हस्वमित्यत्रापि निकृष्टदीर्घत्वाद् गौणत्वम्॥ * પદકૃત્ય માન = માપ, તેના ‘ડ્યું મહત્', ‘દ્મપુ' ઇત્યાદિ વ્યવહારના અસાધારણ કારણને પરિમાણ કહેવાય છે. * જો પરિમાણના લક્ષણમાં “માન પદ ન મૂકીએ અને વ્યવહાર/સાધારણારત્વમ્' આટલું જ લક્ષણ કરીએ તો “આ દંડાદિ છે” એવા પ્રકારના વ્યવહારનું અસાધારણ કારણ દંડાદિ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “માન' પદના નિવેશથી દંડાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે દંડાદિ માનવ્યવહારનું કારણ નથી. * “માનવ્યવહાર પરિમાણમ્' આટલું જ જો લક્ષણ કરીએ તો માન વ્યવહારનું સાધારણ કારણ તો કાલાદિ પણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં સાધાર' પદના નિવેશથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલાદિ તો સાધારણ કારણ છે. +“માનવ્યવહારધારત્વમ્' અર્થાત્ “માનવ્યવહારનું જે અસાધારણ હોય તેને પરિમાણ કહેવાય” આટલું જ જો લખીએ તો અસાધારણથી અસાધારણ ધર્મ લેવો કે અસાધારણ કારણ લેવું તે સ્પષ્ટ જણાવ્યું ન હોવાથી કોઈ અસાધારણ ધર્મ લઈ લે તો શબ્દત્વમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે માનવ્યવહાર શબ્દાત્મક હોવાથી તેનો અસાધારણ ધર્મ શબ્દ– થશે. પરંતુ લક્ષણમાં ‘ારપ' પદના નિવેશથી “શબ્દત્વ” માં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે “શબ્દત્વ એ માનવ્યવહારનો અસાધારણ ધર્મ છે પરંતુ અસાધારણ કારણ નથી. મૂલમાં પરિમાણના અણુત્વ, મહત્ત્વ વગેરે જે ચાર પ્રકાર બતાવ્યા છે તે પ્રત્યેકના પરમ અને મધ્યમ એમ બે ભેદ છે. (દા.ત.- પરમાણુત્વ પરિમાણ, મધ્યમઅણુત્વ પરિમાણ ઇત્યાદિ) તેમાં * પરમાણુત્વ અને પરમસ્વત્વ પરિમાણ - પરમાણુ અને મનમાં છે. * મધ્યમઅણુત્વ અને મધ્યમહૂસ્વત્વ પરિમાણ - દ્વયણુકમાં છે. * પરમમહત્ત્વ અને પરમદીર્ધત્વ પરિમાણ - આકાશ વગેરેમાં છે. * મધ્યમહત્ત્વ અને મધ્યમદીર્ધત્વ પરિમાણ - ઘટ, પટ વગેરેમાં છે. અને હા! મોતીમાં મધ્યમમહત્ત્વ હોવા છતાં પણ “આ મોતી કરતા આ મોતી અણુ નાનું છે” એવો અણુત્વ પરિમાણનો જે વ્યવહાર થાય છે તે ગૌણ = ઔપચારિક છે. કારણ કે
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy