SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ માનવું જ પડે કે રૂપ વગેરેને ઉત્પન્ન કરનારા તજસંયોગો જુદા જુદા જ છે. આ કારણથી જ પાર્થિવ પરમાણુઓ સમાન હોવા છતાં પણ વિજાતીય તેજસંયોગરૂપ પાકના મહિમાથી વિજાતીય દ્રવ્યાન્તરરૂપે = ભિન્ન જાતિવાળા અન્ય દ્રવ્યરૂપે અનુભવાય છે. દા.ત. - ગાયે ખાધેલા જે તૃણાદિ છે તે દાંત દ્વારા ચવાઈ જવાના કારણે તૃણાદિનો પરમાણુ સુધી ભંગ થાય છે. (આ પરમાણુઓથી તૃણનો આરંભ થયો હોય છે. તેથી આ પરમાણુઓ તૃણારંભક કહેવાય છે.) આ તૃણારંભક પરમાણુઓમાં જઠરાગ્નિ સ્વરૂપ વિજાતીય તેજસંયોગથી પહેલાના રૂપાદિ ચતુષ્ટય છે તે નાશ પામે છે. ત્યાર પછી દુધમાં કેવા પ્રકારના રૂપાદિ હોય છે તેવા પ્રકારના રૂપ, રસ, ગન્ય અને સ્પર્શને ઉત્પન્ન કરનારા તેજસંયોગો ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી તાદશ રૂપ, રસાદિ ઉત્પન્ન થાય છે. તૃણારંભક પરમાણુઓમાં દુધના જેવા રૂપ, રસાદિ ઉત્પન્ન થવાથી હવે તે પરમાણુઓ તૃણારંભક રહેતા નથી પરંતુ દુગ્ધારંભક બની જાય છે. આમ, પાર્થિવ પરમાણુ સમાન હોવા છતાં પહેલા તે તૃણારંભક હતા અને હવે તે દુગ્ધારંભક રૂપ ભિન્ન દ્રવ્યરૂપે અનુભવાય છે. તે દુગ્ધારંભક પરમાણુઓથી દુધના યણુકની ઉત્પત્તિ થાય છે. તેનાથી ચણુક..... આમ ક્રમથી મહાદૂધની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે દુધના પરમાણુઓથી દહીની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે દહીના પરમાણુઓથી માખણની ઉત્પત્તિ થાય છે અને તે ઉત્પત્તિ વિજાતીય તેજના સંયોગરૂપ પાકના કારણે થાય છે. (તે પણ ઉપર પ્રમાણે સમજી લેવું.) વિશેષાર્થ : શંકા : અગ્નિના સંયોગને પાક ન કહેતાં તેજના સંયોગને પાક કેમ કહ્યો ? સમા. : જો પાકનો અર્થ અગ્નિનો સંયોગ કરવામાં આવે તો કાચા ઘડામાં તો વાંધો નહીં આવે કારણ કે જ્યારે કાચા ઘડાને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે કાચા ઘડામાં તો અગ્નિના સંયોગ રૂપ પાક મનાશે. પરંતુ કાચી કેરીને તો ઘાસમાં મૂકવામાં આવે છે, ત્યાં અગ્નિનો સંયોગ ન હોવાથી પાક કેવી રીતે મનાશે. તેથી અગ્નિને બદલે તેજ કહ્યો છે. એના કારણે અગ્નિ, મુખની ઉખા, ઘાસની ઉષ્મા, ભટ્ટાનો અગ્નિ, જઠરાગ્નિ વગેરે સર્વનું ગ્રહણ થઈ જાય છે. શંકા : પૃથિવીના જે રૂપાદિ ગુણો છે તે પાકજ છે, જલાદિના નહીં' આવું મૂલમાં કહ્યું છે પરંતુ પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે ઠંડા સ્પર્શના સ્થાને ઉષ્ણ સ્પર્શનો અનુભવ તો સૌને થાય છે તો પછી જલાદિના ગુણો પાકજ કેમ નહીં? સમા. : જલમાં જે ઉષ્ણસ્પર્શ દેખાય છે તે પાકજ નથી, ઔપાધિક છે. જો જલમાં પાકજ ઉષ્ણસ્પર્શ માનીએ તો જલ હંમેશા ગરમ જ રહેવું જોઈએ. જેવી રીતે કાચી કેરીમાં તેજના સંયોગથી કઠીન સ્પર્શના સ્થાને એકવાર મૃદુ સ્પર્શ ઉત્પન્ન થયા પછી હંમેશા એનો સ્પર્શ મૃદુ રહે છે તેવું પાણીમાં બનતું નથી. પાણી ગરમ કર્યા પછી ફરી પૂર્વની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે અર્થાત્ ફરી ઠંડુ થઈ જાય છે માટે જલાદિના રૂપાદિ ઔપાધિક છે. * પાકજ - પ્રક્રિયા
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy