SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં ભિન્ન ભિન્ન, વિભુ અને નિત્ય છે. વિશેષાર્થ : §Ο પાંચ ★ આત્માનું અસ્તિત્વ છે આત્માથી ભિન્ન જે આઠ દ્રવ્ય છે, એમાં પૃથિવી વગેરે ભૂત દ્રવ્યોના ગન્ધ વગેરે ગુણોનું જ્ઞાન બાહ્ય ઇન્દ્રિયથી થાય છે, અને આત્માના બુદ્ધિ વગેરે જે વિશેષગુણો છે, તેનું જ્ઞાન મનથી થાય છે. આ ભેદના કારણે બુદ્ધિ વગેરે ગુણો, પાંચભૂત દ્રવ્યોના તો નહીં હોઇ શકે. તેમજ વિશેષગુણ હોવાથી દિશા, કાલ અને મન આ ત્રણના પણ નહીં માની શકાય. કારણ કે આ ત્રણમાં તો સામાન્યગુણ જ રહે છે. તેથી બુદ્ધિ વગેરે ગુણોનો આશ્રય પૃથિવી વગેરે આઠ દ્રવ્યોથી ભિન્ન આત્મા જ છે. * આત્મા (જીવાત્મા) અનેક છે : જીવાત્મા પ્રત્યેક વ્યક્તિમાં ભિન્ન ભિન્ન છે. કારણ કે બધી જ વ્યક્તિને એક સાથે સુખ-દુઃખની અનુભૂતિ થતી નથી. તેમજ કોઇ વ્યક્તિ ધનવાન્ તો કોઇ ગરીબ, કોઇ મૂર્ખ તો કોઇ પંડિત દેખાય છે. * આત્મા (જીવાત્મા) વિભુ છે ન્યાયવૈશેષિકનું કહેવું છે કે વ્યક્તિ જે વસ્તુનો ઉપભોગ કરે છે, તે વસ્તુની ઉત્પત્તિમાં અન્ય કારણોની સાથે એ વ્યક્તિનું ‘અદૃષ્ટ = પુણ્ય – પાપ’ પણ એક કારણ છે. હવે જીવને ઉપભોગમાં આવતી વસ્તુ બધી જ જગ્યાએ રહેલી છે. એ વસ્તુની ઉત્પત્તિમાં એ વ્યક્તિનું ‘અદૃષ્ટ’ કારણ છે માટે એમ માનવું પડશે કે બધી જ જગ્યાએ અદૃષ્ટનો સંબંધ છે અને એ અદૃષ્ટ આત્માનો ગુણ હોવાથી ગુણી વગર રહી ન શકે. માટે આત્માની સત્તા પણ બધી જ જગ્યાએ માનવી જોઈએ. તેથી આત્મા વિભુ જ છે. * આત્મા (જીવાત્મા) નિત્ય છે ઃ નવું જન્મેલું બાળક કોઇ વસ્તુને જોઇને હસે છે અથવા તો રડે છે, એના પરથી જાણી શકાય છે કે અમુક વસ્તુ એને ગમે છે અને અમુક વસ્તુ નથી ગમતી. પૂર્વના ભવોમાં પાડેલા સંસ્કારના કારણે જ એ બાળક હસવાની, રડવાની પ્રવૃત્તિ કરે છે. તેથી સિદ્ધ થાય છે કે ‘આત્મા નિત્ય છે’ (न्या०) आत्मानं निरूपयति - ज्ञानाधिकरणमिति । अधिकरणपदं समवायेन ज्ञानाश्रयत्वलाभार्थम् । * ન્યાયબોધિની ‘જ્ઞાનધિરળત્વ’આ આત્માનું લક્ષણ છે. અહીં ‘ધિર’ પદ એ સમવાયસંબંધથી જ્ઞાનાશ્રયત્વના લાભ માટે છે. કહેવાનો આશય એ છે કે આત્માના લક્ષણમાં ‘અધિકરણ’ પદ ન મૂકીએ તો પૃથિવી વગેરેની જેમ ‘જ્ઞાનવાન આત્મા’ એ પ્રમાણે મતુર્ પ્રત્યયાંત લક્ષણ થશે. અને આવું લક્ષણ ક૨શું તો કાલિકસંબંધથી જ્ઞાન કાલમાં રહી જતા તેમાં અતિવ્યાપ્તિ આવશે. તેને દૂર કરવા માટે સમવાયસંબંધથી જ્ઞાનનો આશ્રય લેવો.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy