SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ (ફેલાવવું) અને ગમન (ગતિ કરવી) એમ પાંચ પ્રકારે છે. વિશેષાર્થ : આ પાંચે કર્મથી અતિરિક્ત ભ્રમણ, રેચન, સ્વજન, ઉર્વજ્વલન, તિર્યગ્નમન વગેરે જેટલી પણ ક્રિયાઓ છે તેનો ગમનમાં અન્તર્ભાવ કરવો. શંકા : તો પછી ઉત્તેપણ વગેરે ક્રિયાઓનો પણ ગમન ક્રિયામાં અન્તર્ભાવ કેમ ન કર્યો? સમા. : “સ્વતન્ત્રછમ્યમુર્નિયો પર્યનુયોIIનર્દુત્વવિતિ' (મુક્તાવલી-દીનકરી) અર્થાત્ ઋષિ સ્વતંત્ર ઈચ્છાવાળા છે. તેથી તેમને તમે આવું શા માટે કહ્યું? એ રીતે નિયોગ = પ્રશ્ન અને પર્યનુયોગ = તેમની નિંદા કરી ન શકાય. मूलम् : परमपरं चेति द्विविधं सामान्यम्॥ સામાન્ય બે પ્રકારે છે (૧) પરસામાન્ય અને (૨) અપરસામાન્ય (प.) परमपरं चेति । परसामान्यमपरसामान्यमित्यर्थः । परत्वं चाधिकदेशवृत्तित्वम् । अपरत्वं न्यूनदेशवृत्तित्वम् ॥ * પદત્ય * પર અને અપરના ભેદથી સામાન્ય બે પ્રકારે છે. જે સામાન્ય અધિક દેશમાં રહે છે તે પરસામાન્ય અને જે સામાન્ય ન્યૂનદેશમાં રહે છે તે અપર સામાન્ય કહેવાય છે. વિશેષાર્થ : આ પરાપર સામાન્યને દ્રષ્ટાંતથી સમજીએ.... જૈન ધર્મને પામેલા જીનેન્દ્ર નામના મનુષ્યમાં ‘યં નૈનઃ’,‘યં મનુષ્યઃ', ‘મયં પર્થવ:', “áદ્રવ્યમ્', “માં સન વગેરે ઘણા પ્રકારે સમાન આકારની બુદ્ધિ થાય છે. તેમાં કારણભૂત જૈનત્વ, મનુષ્યત્વ વગેરે 'પાર્થિવત્વ ઘણી જાતિઓ છે. તેમાં જૈનત્વ જાતિ મનુષ્યત્વની અપેક્ષાએ (જૈનત્વ અપરસામાન્ય કહેવાય છે, કારણ કે જ્યાં જ્યાં જૈનત્વ હોય ત્યાં ત્યાં મનુષ્યત્વ મળશે. પરંતુ મનુષ્યત્વનાં દરેક અધિકરણમાં જૈનત્વ જાતિ નથી રહેતી, કારણ કે દરેક મનુષ્ય જૈન હોતા નથી અને મનુષ્યત્વ જાતિ જૈનત્વજાતિની અપેક્ષાએ અધિક દેશમાં રહેનારી હોવાથી પરસામાન્ય કહેવાય છે. એ રીતે આગળ વિચારવું. શંકા : સત્તાજાતિ કોની અપેક્ષાએ અપરસામાન્ય મનાશે? સમા. : દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ સિવાય બીજે ક્યાંય જાતિ રહેતી નથી અને સત્તા જાતિ દ્રવ્ય, ગુણ, કર્મ એમ ત્રણેયમાં રહેલી હોવાથી માત્ર પર' જ છે, એની એપક્ષાએ બીજી બધી જાતિઓ અલ્પદેશ વૃત્તિ હોવાથી “અપર' જ છે. સત્તા 'દ્રવ્યત્વ ( મનુષ્યત્વ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy