SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કાલવિશેષમાં વામદેવાદિ મુક્તાત્માઓને આત્મત્તિક દુઃખધ્વસ છે એ જ કાલવિશેષમાં આપણા બધાના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ પણ છે. આ રીતે મુક્તાત્માઓનો દુઃખધ્વસ પણ આપણા આત્મામાં રહેનાર દુઃખ પ્રાગભાવને સમાનકાલીન થઈ જશે. “સ્વસમાનાધિકરણ' પદના નિવેશથી તાદેશ દોષ નહીં આવે કારણ કે વામદેવાદિના આત્મામાં રહેનાર આત્યન્તિક દુઃખધ્વંસ ભલે દુખપ્રાગભાવને સમાનકાલીન હોય પરંતુ દુઃખપ્રાગભાવને સમાનાધિકરણ નથી. (પૂર્વોક્ત ચર્ચાને જો સંક્ષેપથી કહીએ તો એનો આશય એ નીકળશે કે સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ એ બંને સંબંધથી દુઃખપ્રાગભાવથી વિશિષ્ટ છે જે દ:ખધ્વંસ છે. તે તે દ:ખધ્વસથી ભિન્ન જે દુ:ખધ્વંસ થશે તેને આત્યન્તિક દુઃખધ્વસ કહેવાશે. એતદ્ ઉભયસંબંધથી દુઃખપ્રાગભાવથી વિશિષ્ટ દુઃખધ્વંસ બદ્ધ જીવાત્માઓનો થશે, એનાથી ભિન્ન મુક્તાત્માઓનો દુ:ખધ્વંસ થશે. આ રીતે આ લક્ષણને સમન્વય કરવું.) ટુકદ્યાન” દુઃખ એકવીશ પ્રકારના હોય છે. શરીર, ચક્ષુરાદિ છ ઇન્દ્રિય, રૂપાદિ છ વિષય, ચાક્ષુષાદિ છ પ્રકારના પ્રત્યક્ષ, સુખ અને દુ:ખ. શરીરાદિ દુઃખનું સાધન હોવાથી શરીરાદિને પણ ઉપચારથી દુઃખ કહેવાય છે અર્થાત્ શરીરાદિમાં પણ દુઃખનો ઉપચાર કરાય છે. તથા રમાત્મા...'ઈત્યાદિ દ્વારા પદાર્થજ્ઞાનની ઉપયોગિતા જણાવે છે. અર્થાત્ પદાર્થજ્ઞાન મોક્ષનો સાધક છે” એને આગમપ્રમાણ દ્વારા બતાવે છે - આત્માને જાણવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, અને નિદિધ્યાસન કરવું જોઈએ એ પ્રમાણેની શ્રુતિથી, આત્મજ્ઞાનનું સાધન નિદિધ્યાસન, નિદિધ્યાસનનું સાધન મનન અને મનનનું સાધન પદાર્થજ્ઞાન છે. આ રીતે પરંપરાસંબંધથી ‘પદાર્થજ્ઞાન” એ આત્મજ્ઞાનનું સાધન છે. વંa...અને આ રીતે તત્ત્વજ્ઞાન થવાથી શરીરમાં “સ્વત્વ અને પુત્રાદિમાં “સ્વાયત્વના અભિમાન સ્વરૂપ મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે અને તેનાથી રાગ દ્વેષાદિદોષોનો નાશ થાય છે અને આવું થવાથી પ્રવૃત્તિ થતી નથી. એટલે નવા કર્મ બંધાતા અટકી જાય છે. એના પછી તત્કાલીન શરીરથી અથવા કાયવૂહથી (નાના શરીરથી) ભોગ અને તત્ત્વજ્ઞાનથી પ્રારબ્ધ = પૂર્વ સંચિત કર્મોનો નાશ થાય છે. એનાથી જન્મનો અભાવ થાય છે. કહેવાયું પણ છે “સંધ્યાવંદનાદિ નિત્ય કર્મ અને યાગાદિ નૈમિત્તિક કર્મોથી પાપના ક્ષયને કરતો અને જ્ઞાનને વિમલ કરતો અભ્યાસથી જ્ઞાનને પરિપક્વ બનાવે છે, અને આ રીતે અભ્યાસ દ્વારા જેનું જ્ઞાન પરિપક્વ થયું છે એવી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઈત્યાદિ વચનથી અને “એ પરમ તત્વને જાણીને જ મૃત્યુને ઓળંગી શકાય છે? આ પ્રમાણેની શ્રુતિથી પણ આત્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે એ સ્પષ્ટ થાય છે. સગુણ ઉપાસના - કાશી મરણાદિ પણ તત્વજ્ઞાન દ્વારા જ મુક્તિના પ્રયોજક છે. તેથી જ કહ્યું છે કે, પરમેશ્વર કાશીમાં તારક એવા માર્ગનો ઉપદેશ આપે છે.” ચંદ્રજસિંહે પરોપકાર કરનારું આ શુભ પદકૃત્ય બનાવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન એના પર દૃષ્ટિ કરે. ગુમ મવતું. ॥ न्यायबोधिनी-पदकृत्यसमेततर्कसंग्रहविवरणं समाप्तम् ॥
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy