SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સમા. જેવી રીતે ‘નીતો ઘટ:’ અહીં અભેદ સંબંધનું ભાન હોવા છતાં ‘નીલ’ પદાર્થ ઘટાત્મક હોવા છતાં પણ એ ‘નીલ’નું ભાન ‘નીલત્વેન' જ થશે, ઘટત્વેન નહીં. તેવી જ રીતે ‘સંયોગ’ એ તાદાત્મ્યસ્વરૂપ હોવા છતાં પણ એનું ભાન સંયોગત્વેન જ થશે, તાદાત્મ્યત્વેન નહીં. પદાર્થોનો ઉપસંહાર मूलम् : सर्वेषां पदार्थानां यथायथमुक्तेष्वन्तर्भावात्सप्तैव पदार्था इति सिद्धम् । कणादन्यायमतयोर्बालव्युत्पत्तिसिद्धये । अन्नंभट्टेन विदुषा रचितस्तर्कसंग्रहः ॥ इति श्रीमहामहोपाध्यायान्नंभट्टविरचितस्तर्कसंग्रहः समाप्तः ॥ ન્યાયદર્શનમાં કહેલા જે સોળ પદાર્થો છે તે બધાનો સમાવેશ આ સાતમાં જ થઈ જતો હોવાથી ‘પદાર્થો સાત જ છે' એ સિદ્ધ થાય છે. કણાદ (વૈશેષિક) અને ન્યાયદર્શનના મતનું બાલ જીવોને જ્ઞાન થાય તે માટે વિદ્વાન અન્નભટ્ટે તર્કસંગ્રહની રચના કરી છે. (न्या० ) सर्वेषामिति । 'प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छल - जाति - निग्रहस्थानानां तत्त्वज्ञानान्निःश्रेयसाधिगमः ' इति न्यायस्यादिमसूत्र उक्तानां प्रमाणप्रमेयादीनामित्यर्थः । विस्तरस्त्वन्यत्रानुसंधेयः । इति श्रीमौनिगोवर्धनविरचिता तर्कसंग्रहस्य न्यायबोधिनीव्याख्या समाप्ता ॥ * ન્યાયબોધિની * પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતણ્ડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન આ સોળ પદાર્થનો અન્તર્ભાવ વૈશેષિકદર્શન માન્ય સાત પદાર્થમાં થઈ જાય છે. દા.ત. → ‘પ્રમાણ’ નામનો પ્રથમ પદાર્થ દ્રવ્ય અને ગુણમાં અન્તર્ભાવિત થઈ જાય છે. કેવી રીતે? ન્યાયદર્શનને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણ માન્ય છે. એમાંથી પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયાત્મક હોવાથી અને ઇન્દ્રિયો પૃથિવ્યાદિ અન્યતમસ્વરૂપ હોવાથી ‘પ્રત્યક્ષપ્રમાણ’નો અન્તર્ભાવ દ્રવ્યમાં થઈ જાય છે અને અનુમાનાદિ પ્રમાણ ક્રમશઃ વ્યાપ્તિજ્ઞાન, સાદૃશ્યજ્ઞાન અને પદજ્ઞાન સ્વરૂપ હોવાથી એનો અન્તર્ભાવ જ્ઞાનાત્મક ગુણમાં થશે. બીજા પંદર પદાર્થોનો અન્તર્ભાવ કેવી રીતે થશે ? એનું વિવરણ કિરણાવલી, દિનકરી વગેરે ટીકા ગ્રન્થોમાંથી સમજવું. આ ૧૬ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી નિઃશ્રેયસ્ = મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ન્યાયદર્શનમાં આદ્યસૂત્રથી વર્ણન કરાયું છે. (प० ) पदार्थज्ञानस्य परमप्रयोजनं मोक्ष इत्यामनन्ति । स च आत्यन्तिकैकविंशतिदुःखध्वंसः । आत्यन्तिकत्वं च स्वसमानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वम्। दुःखध्वंसस्येदानीमपि सत्त्वेनास्मदादीनामपि मुक्तत्वापत्तिवारणाय
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy