SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પણ છે. માટે એમાં અતિવ્યાપ્તિ આવશે. તેથી અહીં ‘અસાધારણ’ પદથી ‘અસમવાયિકારણ' જ સમજવું. અપક્ષેપણ, આકુંચન અને પ્રસારણનું પદકૃત્ય ઉત્થપણમાં કહેવાયેલા રીતિ પ્રમાણે જ સમજવું. ‘ગમન’નું લક્ષણ મૂલકારે જણાવ્યું નથી. એનું લક્ષણ → ‘उत्क्षेपणादिभिन्नत्वे સતિ સંયોગસમવાયિારાં મનમ્' એવું સમજવું.) સામાન્ય - નિરૂપણ मूलम् : नित्यमेकमनेकानुगतं सामान्यम् । द्रव्यगुणकर्मवृत्ति । परं सत्ता । अपरं द्रव्यत्वादि ॥ જે નિત્ય હોય અને અનેકમાં સમવાયસંબંધથી રહેતું હોય, તેને ‘સામાન્ય જાતિ' કહેવાય છે. આ સામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મમાં રહે છે. તે પર અને અપર એમ બે પ્રકારનું છે. તેમાં ‘સત્તા’ જાતિ પર સામાન્ય અને ‘દ્રવ્યત્યાદિ’ જાતિ અપર સામાન્ય કહેવાય છે. (न्या० ) सामान्यं निरूपयति-नित्यमेकमिति । नित्यत्वे सत्यनेकसमवेतत्वं सामान्यलक्षणम्। नित्यत्वविशेषणानुपादानेऽनेकसमवेतत्वस्य संयोगादौ सत्त्वात्तत्रातिव्याप्तिस्तद्वारणाय नित्यत्वविशेषणम्। अनेकसमवेतत्वानुपादाने नित्यत्वमात्रोपादाने आकाशादावतिव्याप्तिस्तद्वारणायानेकसमवेतत्वम्। अनेकसमवेतत्वानुपादाने नित्यत्वविशिष्टसमवेतत्वमात्रोक्तावाकाशगतैकत्वपरिमाणादौ जलपरमाणुगतरूपादौ चातिव्याप्तिः । जलपरमाणुगतरूपादेराकाशगतैकत्वपरिमाणादेर्नित्यत्वात् समवेतत्वाच्च । अतः 'अनेके 'ति समवेतविशेषणम् ॥ * ન્યાયબોધિની * ‘નિત્યત્વે સતિ અનેસમવેતત્વમ્' સામાન્યના આ લક્ષણમાં જો માત્ર ‘અનેસમવેતત્વ’ એટલું જ કહીએ તો સંયોગ, વિભાગ અને દ્વિત્પાદિ સંખ્યામાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે આ બધા પણ સમવાયસંબંધથી અનેકમાં રહે છે. ‘નિત્યત્વ’ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સંયોગાદિ જન્મ હોવાથી નિત્ય નથી. * જો માત્ર ‘નિત્યત્વ’ આટલું જ સામાન્યનું લક્ષણ કહીએ તો આકાશાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે આકાશાદિ પણ નિત્ય છે. તેના વારણ માટે લક્ષણમાં ‘અનેસમવેતત્વ’ પદનો નિવેશ છે. આકાશ, પરમાણુ વગેરે તો નિરવયવ હોવાથી સમવેત જ નથી તો એમાં ‘અનેકસમવેતત્વ’ કેવી રીતે ઘટશે. * જો ‘નિત્યત્વે સતિ સમવેતત્વમ્' આટલું જ લક્ષણ કરીએ તો આકાશગત એકત્વ, પરિમાણાદિ અને જલીયપરમાણુગત રૂપાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે તાદૃશ એકત્વ અને રૂપ નિત્ય પણ છે અને સમવેત પણ છે. પરંતુ લક્ષણમાં ‘અને’ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આકાશગત એકત્વ, પરિમાણાદિ તથા જલીયપરમાણુગત રૂપાદિ એકમાં જ સમવેત છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy