SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ कपरित्यागेन व्यक्तिमात्रबोधप्रयोजिका।यथा तत्त्वमसी'त्यत्र सर्वज्ञत्वकिंचिज्ज्ञत्वपरित्यागेन व्यक्तिमात्रबोधनात्) ક ન્યાયબોધિની જ શ ... પર્યવસત્રોડઈ નાખવાવયં શદ્રઃ' ઇત્યાદિ દ્વારા શબ્દનું લક્ષણ કરે છે. જે આપ્ત = વિશ્વસ્ત વ્યક્તિ દ્વારા કહેવાયું હોય અને જે વાક્ય હોય તે શબ્દપ્રમાણનું લક્ષણ છે. અહીં લક્ષ્ય “શબ્દપ્રમાણ છે અને લક્ષ્યાવચ્છેદક “શબ્દપ્રમાણત્વ છે. કે “જે વાક્ય હોય તે શબ્દપ્રમાણ છે. એટલું જ કહીએ તો અનાપ્ત વ્યક્તિદ્વારા ઉચ્ચરિત વાક્ય પણ શબ્દપ્રમાણ બની જશે. માટે ‘વાતોન્વરિતત્વ' પદનો પણ નિવેશ કર્યો છે. * માત્ર “આપ્તવડે ઉચ્ચરિતને શબ્દપ્રમાણ કહેવાય” એટલું જ કહીએ તો વ્યાકરણના રચયિતા આપ્તપુરુષ પાણિની દ્વારા ઉચ્ચરિત “જ, બ, ગ, ડ, દ, શ' વગેરે વર્ણોના સમૂહને પણ શબ્દ પ્રમાણે કહેવું પડશે માટે લક્ષણમાં વાયત્વ' પદનો નિવેશ છે. “જબગડદશ” તો વર્ણસંગ્રહસૂચક સૂત્ર છે, વાક્ય નથી. એ શબ્દપ્રયોગના કારણભૂત જે યથાર્થજ્ઞાન છે, તે યથાર્થજ્ઞાનવાળાને આપ્ત કહેવાય છે. અને શબ્દપ્રયોગમાં કારણભૂત યથાર્થજ્ઞાનથી જન્ય શબ્દને શબ્દપ્રમાણ કહેવાય છે. પજ્ઞાચતરરૂપ શાબ્દબોધમાં પદનું જ્ઞાન કરણ છે, વૃત્તિ = સંબંધનું જ્ઞાન છે સહકારી કારણ જેમાં એવી પદથી જન્ય પદાર્થની ઉપસ્થિતિ તે વ્યાપાર છે અને વાક્યર્થજ્ઞાન = શાબ્દબોધ તે ફળ છે. અહીં વૃત્તિ = શક્તિ અથવા લક્ષણા કોઈ પણ એકને ગ્રહણ કરવાનું છે. દા.ત- “મમ્' આ સ્થલમાં ‘ગ્રામ' પદની શક્તિ ગ્રામ પદાર્થમાં છે અને અમે પદની શક્તિ કર્મકામાં છે. “ગ્રામમ્' ઇત્યાકારક પદયના શ્રવણની પછી પદાર્થની સ્મૃતિ થાય છે તે વ્યાપાર છે અને તાદશ સ્મૃતિ દ્વારા “ગ્રામીયકર્મતા' ઇત્યાકારક વાક્યાર્થબોધ થાય છે તે ફળ છે. (કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બીજાના મુખે શબ્દ સાંભળીને આપણને તે પદાર્થનો બોધ થાય છે માટે કહી શકાય કે પદથી પદાર્થનો બોધ થાય છે. એક વાક્યમાં અનેક પદો હોય છે. પદ જ્ઞાન થાય પછી છુટા છુટા પદના અર્થનું જ્ઞાન થાય છે, તે તો પદાર્થની ઉપસ્થિતિ માત્ર છે, શાબ્દબોધ નથી. ત્યારપછી જુદા જુદા પદાર્થોનો સંકલિત થઈને નવો બોધ થાય છે તેને શાબ્દબોધ કહેવાય છે. શાબ્દબોધ એ પ્રમા છે. શાબ્દબોધ થવામાં પદજ્ઞાન = શબ્દજ્ઞાન એ કરણ છે. પદજ્ઞાન જન્ય પદાર્થની ઉપસ્થિતિ થાય છે તે વ્યાપાર છે અને શાબ્દબોધએ કાર્ય = ફળ છે. પદથી પદાર્થનો બોધ થાય તેમાં કારણ કોણ? પદ અને પદાર્થ વચ્ચેનો સંબંધ. ઘટ પદથી કળશાકાર પદાર્થનો બોધ થાય છે કારણ કે બેની વચ્ચે સંબંધ છે. આ સંબંધને જ શબ્દ પરિચ્છેદમાં વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ = સંબંધ બે પ્રકારે છે. (૧) શક્તિ (૨) લક્ષણા.) શનિ શક્યસંવંથો નક્ષTI પ્રત્યક્ષખંડમાં તૈયાયિકોએ જે મીમાંસકાભિમત શક્તિનું ખંડન કર્યું હતું તે કાર્યાનુકુલકારણગતસામર્થ્યવિશેષ છે. દા.ત.-- “દાહને અનુકુલ વનિગત સામર્થ્યવિશેષ' એ શક્તિ છે. પરંતુ શબ્દખંડમાં તો “શક્તિ' પદાર્થ “ઇશ્વરેચ્છા
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy