SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ સંજ્ઞાસંગીસંવન્યજ્ઞાનHUમિતિઃ' એવું કહીએ તો અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સંયોગ તો બે દ્રવ્યોની વચ્ચેનો સંબંધ છે, પદ અને પદાર્થની વચ્ચેનો નહીં. મતતત્રા,મેવા શંકા : મૂલકારે ઉપમિતિનું સ્વરૂપ “કસી વયપદ્રવી?' આવું લખ્યું. તેનાથી પૂરોવસ્થિતગવયમાં ગવયપદની શક્તિ જ્ઞાત થશે પરંતુ જગતના અન્ય ગવયોમાં ગવયપદની શક્તિ ગૃહિત નહીં થઈ શકે.. સમા. : પદકૃત્યકાર એનો ઉત્તર આપતા કહે છે કે અહીં ‘મસૌ વિયો...' નો અર્થ ‘મિuતો વિયો..' એવો કરવો. એટલે કે ગવયત્નાવચ્છિન્ન બધા ગવયોમાં ગવયપદની શક્તિનું જ્ઞાન કરવું. આમ કરવાથી “અન્ય ગવયોમાં ગવય પદની શક્તિનું જ્ઞાન નહીં થઈ શકે એવું દૂષણ ખંડિત થઈ જાય છે. અહીં દ્રશો વિય?' આ પ્રમાણેનું સાદૃશ્ય વિશિષ્ટ પિંડજ્ઞાન એ ઉપમાન = કરણ છે. સશો વિય:' એ પ્રમાણે અતિદેશવાક્યર્થની સ્મૃતિ એ વ્યાપાર છે અને “વિયો *વયપદ્રવી?' આ પ્રમાણનું ઉપમિતિ જ્ઞાન એ ફળ છે. તન્વોપમાન.... આ ઉપમાન ત્રણ પ્રકારે છે. (૧) સાશ્ય = સમાનતા દ્વારા પિંડનું જ્ઞાન, (૨) કોઈ વસ્તુના અસાધારણધર્મ દ્વારા પિંડનું જ્ઞાન, (૩) વિરોધી ધર્મ દ્વારા પિંડનું જ્ઞાન. આ ત્રણમાંથી પહેલાનું દ્રષ્ટાંત તો મૂલકારે બતાવી જ દીધું છે. ત્યાં ગાયની સમાનતા દ્વારા જ ગવયરૂપ પિંડનો બોધ છે. દ્વિતીયં યથા....વાસધાર થઈ: રજા પ્રકારના ઉપમાનનું દ્રષ્ટાંત + કોઈ વ્યક્તિ એ પૂછયું કે ખડ્ઝમૃગ (ગેંડો) કેવો હોય છે? ખગમૃગના જ્ઞાતાએ કહ્યું કે “જેની નાસિકા પર એક શિંગ હોય અને જે હાથીથી મોટો ન હોય તે ખગમૃગ છે'. અહીં ગેંડાનું સાધર્મ = સમાનતા કોઈ અન્ય પશુથી નહીં કરી શકાય તેથી અસાધારણધર્મ દ્વારા ખગ્નમૃગપદવાઓત્વનું જ્ઞાન કરાવાય છે. આવા પ્રકારના અસાધારણ ધર્મને જણાવનારું વાક્ય સાંભળ્યા પછી કાલાન્તરમાં એ પશુને જોઈને શ્રોતાને અતિદેશવાક્યર્થની સ્મૃતિ થાય છે એ વ્યાપાર છે, અને ત્યાર પછી મૃ: વકૃપવી: ઇત્યાકારક ઉપમિતિ થાય છે. અહીં નાસિકાસંબદ્ધ એક શુક જ અસાધારણધર્મ કહેવાશે. તૃતીયં યથા.પતિત્પદ ૩જા પ્રકારના ઉપમાનનું દ્રષ્ટાંત - “ઊંટ કેવો હોય છે?” એવા પ્રશ્નના ઉત્તરમાં આપ્તપુરુષોએ જણાવ્યું કે “જે પશુની પીઠ ઘોડાની સમાન એક સરખી ન હોય, અને જેની ગ્રીવા અને શરીર હ્રસ્વ ન હોય એને ઊંટ કહેવાય છે.” તાદેશ વિરુદ્ધ ધર્મને જણાવનારું પિંડનું જ્ઞાન થયા પછી કાલાન્તરમાં એ પશુને જોઈને શ્રોતાને આપ્ટોકત અતિદેશવાક્યર્થની સ્મૃતિ થાય છે અને ત્યાર પછી ૩ષ્ટ્ર ૩ષ્ટ્રપદ્રવી: ઇત્યાકારક ઉપમિતિ થાય છે. (પ્રત્યક્ષપ્રમાણથી તો માત્ર ગવયનો પિંડ દેખાય છે. પરંતુ એને ઓળખી ન શકીએ “આ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy