SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ વિશેષાર્થ: અમિતિ “સાબવાનું પક્ષી ઇત્યાકારક હોય છે. પરંતુ આશ્રયાસિદ્ધિ દોષમાં જ્યારે પક્ષ જ અપ્રસિદ્ધ હોય તો એ પક્ષનું અવલમ્બન કરીને અનુમિતિ કેવી રીતે થઈ શકે? શંકા : ગગનારવિન્દ રૂપ પક્ષમાં ગગનીયત્વ તો ગગનારવિન્દ સિવાય બીજે પણ હોવાથી અતિપ્રતિસક્ત ધર્મ છે. તેને પક્ષતાવચ્છેદક કેમ કહેવાય ? સમા. એવો નિયમ નથી કે અવચ્છેદક હંમેશા અતિરિક્ત વૃત્તિ જ હોય. “ઘટવમૂતમ્' આ સ્થળમાં પ્રકાર તરીકેથી વિશેષ ઘટની વિવક્ષા હોવા છતાં પણ તે “ઘટત્વ” રૂપી સામાન્ય ધર્મથી જેમ અવિચ્છિન્ન હોય છે તેમજ વિષયતા વિશેષ જે પક્ષતા છે, તે પણ “ગગનીયત્વથી અવચ્છિન્ન બની શકે છે. (प.) आश्रयासिद्धत्वं च पक्षतावच्छेदकाभाववत्पक्षकत्वम्। भवति हि अरविन्दत्वे गगनीयत्वरूपपक्षतावच्छेदकाभाववत्पक्षकत्वम्, अरविन्दरूपपक्षे गगनीयत्वविरहात्। ननु किमरविन्दे गगनीयत्वविरहोऽत आह-अत्रेति। उपदर्शितानुमान इत्यर्थः॥ ક પદકૃત્ય * આશ્રયાસિદ્ધ કોને કહેવાય? પક્ષતાવચ્છેદકના અભાવવાળો પક્ષ છે જે હેતુનો, તે હેતુને આશ્રયાસિદ્ધ કહેવાય છે. દા.ત.- “Iનારવિન્દ્ર સુરમ, અરવિન્દ્રdી’ આ અનુમાન સ્થળમાં અરવિન્દવ” હેતુ આશ્રયાસિદ્ધ છે કારણ કે અરવિન્દાત્મક પક્ષમાં ગગનયિત્વનો અભાવ છે. | સ્વરૂપાસિદ્ધ હેતુ मूलम् : स्वरूपासिद्धो यथा शब्दो गुणश्चाक्षुषत्वात्, रूपवत्। अत्र चाक्षुषत्वं शब्दे नास्ति, शब्दस्य श्रावणत्वात्। શબ્દો ગુખશ્ચાક્ષુષત્વતિ, રૂપવત્' અર્થાત્ ‘શબ્દ એ ગુણ છે, ચક્ષુવડે ગ્રાહ્ય હોવાથી રૂપની જેમ.” અહીં “ચાક્ષુષત્વ = ચગ્રાહ્યત્વ' હેતુ પક્ષ એવા શબ્દમાં રહેતો નથી કારણ કે તે શ્રોત્રથી ગ્રાહ્ય છે. માટે “ચાક્ષુષત્વ” હેતુને સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. નોંધ : સ્વરૂપાસિદ્ધનું લક્ષણ મૂળમાં બતાવ્યું નથી. મૂળમાં સીધું ઉદાહરણ જ જણાવ્યું છે. લક્ષણ ટીકાકારે જણાવ્યું છે. (न्या.) स्वरूपासिद्ध इति।स्वरूपासिद्धिर्नाम पक्षे हेत्वभावः। तथा च हेत्वभावविशिष्टपक्षज्ञानात्पक्षविशेष्यकहेतुप्रकारकपरामर्शानुपपत्त्या परामर्शप्रतिबन्धः फलम्॥ ક ન્યાયબોધિની એક પક્ષમાં હેતુનો અભાવ એ સ્વરૂપાસિદ્ધિ નામનો દોષ છે. દા.ત. -- “શબ્દો પુનશ્ચસુષત્વત્' આ સ્થળમાં શબ્દરૂપ પક્ષમાં “ચાક્ષુષત્વ’ હેતુનો અભાવ છે. માટે હેત્વમાવવાનું
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy