SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રવેશ કરવા માટે છાત્રોએ જાયબોધિનીમાં કહેલી વ્યાપ્તિનું સારી રીતે પરિશીલન કરવું જોઈએ. જેના કારણે આગળના ગ્રન્થોમાં પ્રવેશ સહેલાઈથી થઈ શકે. (प०) यत्र यत्रेति। यत्र यत्र धूमस्तत्र तत्राग्निरिति व्याप्तेरभिनयः। तत्र साहचर्यनियम इति लक्षणम्। सह चरतीति सहचरस्तस्य भावः साहचर्य, सामानाधिकरण्यमिति यावत्। तस्य नियमो व्याप्तिरित्यर्थः। स चाव्यभिचरितत्वम्। तच्च व्यभिचाराभावः । व्यभिचारश्च साध्याभावववृत्तित्वम्। तथा च साध्याभाववदवृत्तित्वं व्याप्तिरिति पर्यवसन्नम्। महानसं वह्निमत्, धूमादित्यादौ साध्यो वह्निस्तदभाववान्जलहूदादिस्तवृत्तित्वं नौकादाववृत्तित्वं प्रकृते हेतुभूते धूमे इति कृत्वा लक्षणसमन्वयः। 'धूमवान् वह्ने रित्यादौ साध्यो धूमः, तदभाववदयोगोलकं, तवृत्तित्वमेव वह्नयादाविति नातिव्याप्तिः॥ ક પદકૃત્ય * મૂલમાં “યત્ર યત્ર ધૂમતત્ર તત્ર જે છે, તે વ્યાપ્તિનો આકાર છે અને “સદર્યનિયમ: જે છે, તે વ્યાપ્તિનું લક્ષણ છે. “સ વરતિ” એટલે કે જે સાથે રહે તેને સહચર કહેવાય છે. સહચરના ભાવને સાહચર્ય કહેવાય છે. આ સાહચર્ય એ સામાનાધિકરણ્ય સ્વરૂપ છે. તે સાહચર્યનો જે નિયમ તે જ વ્યાપ્તિ છે. અને આ સાહચર્યનિયમ એ આવ્યભિચરિતત્વ સ્વરૂપ છે. તથા અવ્યભિચરિતત્વ એ વ્યભિચારાભાવ સ્વરૂપ છે. હવે વ્યભિચારાભાવના જ્ઞાન માટે પહેલા વ્યભિચારનું જ્ઞાન જરૂરી છે. તેથી વ્યભિચારનું સ્વરૂપ છે “ધ્યામાવવત્વૃત્તિત્વમ્' અર્થાત્ “સાધ્યાભાવના અધિકરણમાં હેતુનું રહેવું અને સધ્ધામાવવટવૃત્તિત્વમ્' અર્થાત્ સાધ્યાભાવના અધિકરણમાં હેતુનું ન રહેવું” એ વ્યભિચારાભાવ = અવ્યભિચરિતત્વ = સાહચર્યનિયમ = વ્યાપ્તિનું લક્ષણ છે. એ પ્રમાણે ફલિત થયું. વ્યાપ્તિનું આ લક્ષણ સસ્થળમાં ઘટવું જોઈએ અને અસસ્થળમાં ન ઘટવું જોઈએ. સસ્થળમાં ઘટે તો લક્ષણ સમન્વય થાય અને અસસ્થળમાં ન ઘટે તો વ્યપ્તિના લક્ષણમાં અતિવ્યાપ્તિ ન આવે. દા.ત. - “મહીનાં વનિમતુ ધૂમ’ આ સ્થળ સતું છે. તેથી લક્ષણ ઘટવું જોઈએ. અહીં સાધ્ય = વહૂિન, સાધ્યાભાવ = વહૂિનનો અભાવ, સાધ્યાભાવવાળું = જલહૂદાદિ, તવૃત્તિત્વ = જલહૂદનિરૂપિત વૃત્તિતા નૌકાદિમાં છે કારણ કે જલહૂદાદિમાં નૌકાદિ વૃત્તિ છે. અને જલહૂદનિરૂપિત વૃત્તિતાભાવ પ્રકૃતિમાં આવેલા હેતુભૂત ધૂમમાં છે. તેથી લક્ષણ સમન્વય થાય છે. વળી ‘ધૂમવાનું વ' આ સ્થળ અસત્ છે તેથી લક્ષણ ઘટવું ન જોઈએ. અહીં સાધ્ય = ધૂમ, સાધ્યાભાવ = ધૂમાભાવ, સાધ્યાભાવવાનું = અયોગોલક, તવૃત્તિત્વ= અયોગોલક નિરૂપિત વૃત્તિતા જ હેતુ ભૂત વનિમાં છે. કારણ કે અયોગોલકમાં વનિ રહે છે. અવૃત્તિતા ન મળી. આમ વ્યાપ્તિનું લક્ષણ વનિરૂપ અસ હેતુમાં ન ઘટવાથી તેમાં અતિવ્યાપ્તિ નથી આવતી. પક્ષધર્મતા मूलम् : व्याप्यस्य पर्वतादिवृत्तित्वं पक्षधर्मता॥
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy