SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો. આ રીતે પદાર્થ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા “પત્નન્યપ્રતીતિવિષયત્વમ્' રૂપ પદાર્થનું લક્ષણ જણાય જ જાય છે તેથી પદાર્થનો સીધો વિભાગ કર્યો છે. શંકા : આ સાતેય પદાર્થોને સહેલાઈથી સમજી શકાય એવું કોઈ દ્રષ્ટાંત ખરું? સમા. : હા, કેમ નહીં. આપણે “ઘટના દ્રષ્ટાંતથી સાતેય પદાર્થને સમજીશું. હલનચલનાદિ ક્રિયા - સમવાય રૂપાદિગુણ– સમવાય –ઘટવજાતિ સમવાય (ઘટના દરેક પરમાણુમાં વિશેષ) દ્રવ્ય – સમવાય પટવાભાવ (૧) દ્રવ્ય : ગુણ અને ક્રિયાનો જે આશ્રય હોય તે દ્રવ્ય છે. દા.ત. - રક્તરૂપ અને હલન વગેરે ક્રિયા ઘટમાં રહેલી હોવાથી ઘટ એ દ્રવ્ય છે. (૨) ગુણ : દ્રવ્યને જે આશ્રિત હોય તે ગુણ છે. દા.ત.- ઘટમાં રૂપ, રસાદિ (૩) કર્મ : ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, ગમન કરવું વગેરે ક્રિયાઓને ન્યાયમતે કર્મ કહેવાય છે. (૪) સામાન્ય : વસ્તુમાં અનુગતાકાર = એકાકારની પ્રતીતિ કરાવનાર પદાર્થને સામાન્ય કહેવાય છે. દા.ત. – “આ પણ ઘટ છે” “આ પણ ઘટ છે આ રીતે અનેક જુદા જુદા ઘડા અંગે પણ જે સમાન = અનુગત આકારવાળી બુદ્ધિ થાય છે, તેનું કારણ “ઘટત્વ' નામનું સામાન્ય = જાતિ છે. (૫) વિશેષ : જે ભેદની બુદ્ધિ કરાવે તે વિશેષ છે. દા.ત. - “આ પરમાણુથી આ પરમાણું જુદો છે” આવું જ જણાવે તે વિશેષ છે. આ વિશેષ નામનો પદાર્થ ઘટના દરેક પરમાણુમાં અલગ અલગ છે. (૬) સમવાય : અયુતસિદ્ધ = અપૃથક સિદ્ધ = એક બીજાથી જુદા પાડીને બતાવી ન શકાય તેવા ધર્મ-ધર્મી ભાવને પામેલા બે પદાર્થો વચ્ચેનો જે સંબંધ, તે સમવાય છે. દા.ત. -- ઘટમાં રહેલા રૂપાદિ ગુણને ઘટથી અલગ પાડી શકાતા નથી તેથી તે ઘટ અને રૂપાદિ ગુણ અયુતસિદ્ધ પદાર્થ છે અને બંને વચ્ચેનો સંબંધ સમવાય છે. (૭) અભાવ : ઈતરધર્મના નિષેધને અભાવ કહેવાય છે. દા.ત. - ઘટમાં પટવાભાવ. આમ, જીજ્ઞાસુઓ સાતેય પદાર્થને સહેલાઈથી સમજી શકે એ માટે આ પદાર્થોનો સામાન્ય પરિચય આપ્યો છે. (न्या०) अथ पदार्थान्विभजते-द्रव्येति। तत्र सप्तग्रहणं पदार्थत्वं द्रव्यादिसप्तान्यतमत्वव्याप्य' मिति व्याप्तिलाभाय। ननु शक्तिपदार्थस्याष्टमस्य सत्त्वात्कथं सप्तैवेति ?
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy