SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ બીજું અસમવાયિકારણ ‘વ્હારપેન સહ...’ ઇત્યાદિ ગ્રન્થ વડે પહેલા જે ન્યાયબોધિનીમાં જણાવ્યું હતું તેનું ઉદાહરણ આપે છે....... (કાર્ય) પટરૂપ કારણ (સમવાય પટ કારણ) (અસમવાયિકારણ) તંતુરૂપ સમવાય સંબંધ તંતુ (અધિકરણ) તંતુરૂપ એ પટરૂપનું અસમવાયિકારણ છે કારણ કે ‘કારણની સાથે ' પટરૂપાત્મક કાર્યનું સમવાયિકારણ જે પટ છે, તે પટની સાથે એક અધિકરણ એવા તંતુમાં તંતુનું રૂપ સમવાયસંબંધથી રહ્યું પણ છે અને પટરૂપાત્મક કાર્યનું કારણ પણ બને છે. તેથી તંતુનું રૂપ પટના રૂપનું અસમવાયિકારણ છે. (ઉપરોક્ત ૧લું અને ૨જું અસમવાયિકારણનું = લક્ષણ પ્રાચીન શૈલીમાં છે.) સામાન્યતા ......... વાર્ળમિતિ। અસમવાયિકારણ સામાન્યનું નવીન શૈલીમાં લક્ષણ આ પ્રમાણે છે....... समवायसंबन्धावच्छिन्नकार्यतानिरूपितसमवायस्वसमवायिસમવેતત્વાન્યતરસંબંધાવચ્છિન્નારળતાશ્રયત્વમસમવાયિારળત્વમ્' એટલે કે કાર્ય અને કારણ બન્ને એક અધિકરણમાં સમવાયસંબંધથી રહેતા હોય = કાર્યતા અને કારણતા બન્નેનો અવચ્છેદક સંબંધ સમવાય જ હોય તો તદ્ કાર્ય પ્રતિ ત ્ કારણને અસમવાયિકારણ કહેવાય છે. (અસમવાયિકારણનું પ્રથમ સ્વરૂપ) અથવા જે અધિકરણમાં કાર્ય સમવાયસંબંધથી રહેતું હોય અને કારણ સ્વસમાયિસમવેતત્વ સંબંધથી રહેતું હોય = કાર્યતાનો અવચ્છેદક સંબંધ સમવાય હોય અને કારણતાનો અવચ્છેદક સંબંધ સ્વસમવાયિસમવેતત્વ હોય તો પણ તદ્ કાર્યની પ્રતિ તદ્ કારણ અસમવાયિકારણ કહેવાય છે. (અસમવાયિકારણનું બીજું સ્વરૂપ) ઘટકાર્યનું દ્રવ્યામમવાયિાતળીભૂતા........ારાત્। (અસમવાયિકારણનું પ્રથમસ્વરૂપ =) ‘જન્ય દ્રવ્યનું અસમવાયિકારણ અવયવનો સંયોગ છે.’ તેના ઉદાહરણો અસમવાયિકારણ કપાલદ્વયનો સંયોગ છે. કારણ કે ઘટકાર્ય કપાલમાં સમવાયસંબંધથી રહે છે, અને એ જ કપાલમાં બે કપાલના સંયોગસ્વરૂપ કારણ પણ સમવાયસંબંધથી રહે છે. આ પ્રમાણે સમવાયસંબંધાવચ્છિન્ન ઘટત્વાવચ્છિન્ન ઘટનિષ્ઠ જે કાર્યતા છે તેનાથી નિરૂપિત સમવાયસંબંધાવચ્છિન્ન કારણતા કપાલદ્વયસંયોગમાં છે. + એ જ પ્રમાણે પ્રથમક્ષણની પતનક્રિયાનું અસમવાયિકારણ ગુરૂત્વ છે. કારણ કે પ્રથમક્ષણની પતનક્રિયા આમ્રમાં સમવાયસંબંધથી રહેલી છે. તે જ આમ્રમાં ગુરૂત્વ પણ સમવાયસંબંધથી રહેલું છે અને પ્રથમક્ષણની પતનક્રિયાનું કારણ પણ છે. (જુઓ ચિત્ર નં.૧) એ જ પ્રમાણે પ્રથમક્ષણની સ્પન્દનક્રિયાનું અસમવાયિકારણ દ્રવત્વ છે. કારણ કે આઘસ્યન્દનક્રિયા જલમાં સમવાયસંબંધથી રહેલી છે, તે જ જલમાં દ્રવત્વ પણ સમવાયસંબંધથી રહેલું છે અને આદ્યસ્યન્દનનું કારણ પણ છે. (જુઓ ચિત્ર નં.૨)
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy