SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આવશે કારણ કે લક્ષણઘટક અભાવ પદથી અન્યોન્યાભાવનું પણ ગ્રહણ થઈ શકે તેથી ‘ઘટ એ કાલાદિસ્વરૂપ નથી' એ પ્રમાણેની પ્રતીતિનો વિષય જે અન્યોન્યાભાવ છે, તેનો પ્રતિયોગી કાલાદિ પણ છે. પરંતુ લક્ષણમાં ‘પ્રાગ્’ પદના નિવેશથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે જેની ઉત્પત્તિ થાય, તે પ્રાગભાવના પ્રતિયોગી બને છે. કાલાદિ નિત્ય હોવાથી પ્રાગભાવના પ્રતિયોગી બની શક્તા નથી. * ‘જે પ્રાગભાવ હોય તે કાર્ય છે’ એટલું જ કહીએ તો ઘટાદિ કોઈ પણ કાર્યમાં કાર્યનું લક્ષણ ન ઘટવાથી અસંભવદોષ આવશે. કારણ કે ઘટાદિ કોઈ પણ કાર્ય પ્રાગભાવસ્વરૂપ નથી. અને પ્રાગભાવ એ પ્રાગભાવસ્વરૂપ હોવા છતાં કાર્ય નથી. લક્ષણમાં ‘પ્રતિયોગી' પદના નિવેશથી અસંભવ દોષ નહીં આવે, કારણ કે દરેક કાર્ય પ્રાગભાવના પ્રતિયોગી હોય છે. વિશેષાર્થ : શંકા : કાર્યનું લક્ષણ ‘સપ્રતિયોગિત્વમ્’ ન કરતા ‘પ્રાગમાવપ્રતિયોનિત્વમ્’ કેમ કર્યું? સમા. : જો કાર્યનું ‘iપ્રતિયોશિત્વમ્' લક્ષણ કરીએ તો અકાર્ય એવા પ્રાગભાવમાં પણ લક્ષણ જતું રહેશે, કારણ કે ઘટાદિ ઉત્પન્ન થયા પછી ઘટાદિના પ્રાગભાવનો ધ્વંસ થઈ જાય છે. માટેપ્રાગભાવ એ ધ્વંસનો પ્રતિયોગી બને છે. તેથી કાર્યનું લક્ષણ ‘પ્રાગમાવપ્રતિયોનિત્વમ્' કરવું ઉચિત છે. मूलम् : कारणं त्रिविधं समवाय्यसमवायिनिमित्तभेदात् ॥ કારણ ત્રણ પ્રકારનું છે સમવાયિકારણ, અસમવાયિકારણ અને નિમિત્તકારણ. (न्या० ) कारणं विभजते-कारणमिति । समवायिकारणमसमवायिकारणं निमित्तकारणं ચેતિા સ્પષ્ટ છે. : વિશેષાર્થ ‘વ્હારાં ત્રિવિધમ્' આ પ્રમાણે જે મૂળમાં કહ્યુ છે, તેના દ્વારા સાંખ્ય અને વેદાન્તદર્શનને માન્ય કારણઢયવાદનું ખંડન થઈ જાય છે. સમવાયિકારણ मूलम् : यत्समवेतं कार्यमुत्पद्यते तत्समवायिकारणम् । यथा तन्तवः पटस्य । पटश्च સ્વાતરૂપાવે : ૫ જેમાં સમવાયસંબંધથી રહેલું કાર્ય ઉત્પન્ન થાય છે તેને સમવાયિકારણ કહેવાય છે. દા.ત. → તન્તુ એ પટનું સમવાયિકારણ છે અને પટ એ સ્વગતરૂપાદિ=પટમાં રહેલા રૂપ, રસ, ગન્ધ વગેરેનું સમવાયિકારણ છે. (न्या० ) समवायिकारणं लक्षयति यत्समवेतमिति । यस्मिन्समवेतं सत्समवायेन सम्बद्धं सत् कार्यमुत्पद्यते तत्समवायिकारणमित्यर्थः । उदाहरणम् - यथा तन्तव इति । येषु -
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy