SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ અવ્યવહિત પૂર્વક્ષણમાં તો શ્રૃમિ છે, દંડાદિ નથી. સમા. ઃ ભ્રમિક્રિયા જેમ ઘટકાર્યની અવ્યવહિત પૂર્વક્ષણમાં સમવાય સંબંધથી રહે છે, તેમ દંડ પણ સ્વજન્યભ્રમિવત્ત્વ સંબંધથી તથા કુલાલ પણ સ્વસંયુક્તજન્યભ્રમિવત્ત્વ સંબંધથી ઘટકાર્યની અવ્યવહિત પૂર્વક્ષણમાં રહેલા જ છે. તેથી દંડ, કુલાલ વગેરે પણ કારણ કહેવાશે. (न्या० ) कारणं लक्षयति- कार्यनियतेति । कार्यं प्रति नियतत्वे सति पूर्ववृत्तित्वम् । नियतत्वविशेषणानुपादाने पूर्ववर्तिनो रासभादेरपि घटादिकारणत्वं स्यादतो 'नियतत्वे सती' ति विशेषणम् । नियतपूर्ववर्तिनो दण्डरूपादेरपि घटकारणत्वं स्यादतो ऽनन्यथासिद्ध' पदमपि कारणलक्षणे निवेशनीयम् । दण्डरूपादीनां त्वन्यथासिद्धत्वात् । * ન્યાયબોધિની * * ‘જાય પ્રતિ નિયતત્ત્વે મતિ પૂર્વવૃત્તિત્વમ્' કારણના આ લક્ષણમાં જો નિયતત્વ વિશેષણનું ઉપાદાન ન કરીએ તો રાસભ વગેરે પણ ઘટાદિ કાર્યની પૂર્વે રહે છે. તેથી રાસભાદિ પણ ઘટાદિનું કારણ બની જશે. પરંતુ લક્ષણમાં ‘નિયતત્વ' પદના નિવેશથી રાસભાદિ, ઘટાદિ પ્રતિ કારણ નહીં બની શકે કારણ કે રાસભાદિ, ઘટાદિ કાર્યની પૂર્વે નિયતપણે એટલે કે હંમેશા રહેતા નથી. શંકા ‘કાર્યની પ્રતિ નિયતપૂર્વવૃત્તિ જે હોય તે કારણ છે’ આવું પણ કારણનું લક્ષણ કરશો તો દંડરૂપ, દંડત્વ પણ ઘટકાર્યની પ્રતિ કારણ બની જશે. કારણ કે દંડરૂપાદિ, દંડ વગર રહેતા ન હોવાથી દંડની જેમ ઘટકાર્યની પૂર્વમાં અવશ્ય રહેશે. સમા. : ભાઈ! કારણના લક્ષણમાં ‘અનન્યથાસિદ્ધ' પદના નિવેશથી દંડરૂપાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે દંડરૂપાદિ અનન્યથાસિદ્ધ નથી અર્થાત્ અન્યથાસિદ્ધ છે. તેથી કારણનું લક્ષણ થશે ‘અનન્યથાસિદ્ધત્વે સતિ નિયતત્વ સતિ પૂર્વવૃત્તિત્વમ્’ (प०) कार्येति । कार्यान्नियताऽवश्यंभाविनी पूर्ववृत्तिः पूर्वक्षणवृत्तिर्यस्य तत्तथेत्यर्थः। अनियतरासभादिवारणाय नियतेति । कार्यवारणाय पूर्वेति । दण्डत्वादिवारणायानन्यथासिद्धत्वविशेषणस्यावश्यकत्वेन तत एव रासभादिवारणसंभवे नियतपदमनर्थमेव । एवं चानन्यथासिद्धकार्यपूर्ववृत्ति कारणमिति फलितम् । अनन्यथासिद्धत्वमन्यथासिद्धिशून्यत्वम् । अन्यथासिद्धिश्चावश्यक्लृप्तनियतपूर्ववर्तिनैव कार्यसंभवे तत्सहभूतत्वम् । यथावश्यक्लृप्तनियतपूर्ववर्तिभिर्दण्डादिभिरेव घटरूपकार्यसंभवे तत्सहभूतत्वं दण्डत्वादौ तदन्यथासिद्धम् ॥ * પદકૃત્ય *
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy