SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હવે એ મૂલ ગ્રન્થનો પ્રારંભ કરતા પહેલા મૂલકારશ્રી મંગલાચરણ કરે છે. કહેવાયું પણ છે કે “મન્નાવનિ મદ્રુનમથ્યાનિ મત્તાન્તન વ શાસ્ત્ર પ્રથને વીરપુરુષwifળ ભવન્તિા' આ ઉક્તિ અનુસાર શાસ્ત્રગ્રન્થની આદિમાં મંગલાચરણ રૂપી શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. તેથી તર્કસંગ્રહ ગ્રન્થના પ્રણેતા અન્નભટ્ટ ઈષ્ટદેવને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કરવા દ્વારા પોતાના ગ્રન્થની રચનાનો પ્રારંભ કરે છે. निधाय हदि विश्वेशं विधाय गुरुवन्दनम्। बालानां सुखबोधाय क्रियते तर्कसंग्रहः॥१॥ શ્લોકાર્થઃ વિશ્વેશ = સમસ્ત જગતના સ્વામી એવા ભગવાન શંકરને હૃદયમાં ધારણ કરીને અર્થાત્ ધ્યાન કરીને અને ગુરુને વંદન કરીને બાળજીવોને સુખપૂર્વક અર્થાત્ અલ્પ પ્રયાસ દ્વારા ન્યાયશાસ્ત્રનું જ્ઞાન કરાવવા માટે મારાવડે ‘તર્કસંગ્રહ' ગ્રન્થની રચના કરાય છે. વિશેષાર્થ : ગ્રન્થની આદિમાં મંગલ કરવામાં મુખ્ય બે પ્રયોજન છે (૧) ગ્રન્થમાં પ્રતિબંધકીભૂત જે વિપ્નો છે, તેના નાશ દ્વારા ગ્રન્થની સમાપ્તિ થાય. (૨) અનુબંધચાતુર્યનું કથન થાય. * મંગલ એ વિગ્નના ધ્વસ પ્રતિ કારણ છે કે સમાપ્તિ પ્રતિ કારણ છે? આ વિષયનું તર્કબદ્ધ પ્રતિપાદન મુક્તાવલી, દિનકરી વગેરે ગ્રન્થોમાં વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુએ વધુ જાણવા માટે તત્ તત્ ગ્રન્થોનું અવલોકન કરવું જોઈએ. અનુબંધચતુષ્ટય શંકા : અનુબંધચતુષ્ટય કોને કહેવાય? સમા. : પ્રસ્થાધ્યયનપ્રવૃત્તિપ્રયોગજ્ઞાનવિષયમનુવશ્વત્વમ્' અર્થાત્ ગ્રન્થને ભણવા માટેની જે પ્રવૃત્તિ કરાય છે. એમાં પ્રયોજકીભૂત = કારણભૂત જે જ્ઞાન છે, તેનો વિષય એ અનુબંધ છે. શંકા : ગ્રન્થના પ્રારંભમાં અનુબંધચત્ય નું કથન શા માટે કરવું ? સમા. : “વિષયશાધારી વ સમ્પન્ય% પ્રયોગનમ્ विनानुबन्धं ग्रन्थादौ मंगलं नैव शस्यते॥' વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી રૂપ અનુબંધચતુષ્ટય વિના ગ્રન્થનો જિજ્ઞાસુ વ્યક્તિ ગ્રન્થને ભણવા માટે પ્રવૃત્ત થઈ શકતો નથી. કારણ કે ગ્રન્થને ભણવાની ઈચ્છા રાખતા વ્યક્તિને સ્વાભાવિક રીતે ચાર જિજ્ઞાસા થાય છે. (૧) આ ગ્રન્થમાં કયા વિષયનું પ્રતિપાદન કર્યું છે ? (૨) ગ્રન્થને ભણવાનું પ્રયોજન શું છે ? (૩) ગ્રન્થને ભણવા માટેનો અધિકારી કોણ છે ? (૪) ગ્રન્થ અને તેમાં નિરૂપણ કરાતા પદાર્થો વચ્ચે કયો સંબંધ છે? વસ્તુતઃ આ ચાર જિજ્ઞાસાઓ શાંત થયા પછી જ શિષ્ય ગ્રન્થને ભણવામાં પ્રવૃત્ત થાય છે. તેથી આદિમાં અનુબંધચતુષ્ટયનું કથન અનિવાર્ય છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy