SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) નીચે પિતાના નામે તેજલપુર કરાવ્યું હતું. જ્યાં ગઢ, મઠો, પરબ, મનહર ઘરે અને આરામે(બગીચા)ની શ્રેષ્ઠ રચના કરાવવામાં આવી હતી. તે જ નગરમાં પિતાના પિતાના સ્મારક તરીકે “આસરાજ-વિહાર” એવા નામથી, સુશોભિત પાર્શ્વજિન–મંદિર કરાવ્યું હતું, તથા પિતાની માતાના નામથી વિસ્તૃત કુમર–સરોવર કરાવ્યું હતું. તથા ગિરનાર પર નમીશ્વરનાં ત્રણ કલ્યાણકાને સૂચવતું ઘણું ઉંચું જિનભુવન રચાવ્યું હતું.-એમ એ મંત્રીશ્વરેના સમકાલીન તથા તેમના સ્મારક ધર્મસ્થાનને વિ. સં. ૧૨૮૭ થી ૧૨૦ લગભગમાં પ્રતિષ્ઠિત કરનારા ધર્મગુરુ વિજયસેનસૂરિએ રેવંતગિરિ–રાસ(ગા. એ. સિ. પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ ભા. ૧, કડવું ૧, કડી ૯, ૧૦ તથા કડવું ૨જું કડી ૧૭)માં તથા બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય [ ગા. એ. સિ. સર્ગ ૧૨, સે. ૪૮ થી ૫૦] માં જણાવ્યું છે. જિનપ્રભસૂરિ વિગેરેએ તીર્થકલ્પ(રૈવતકલ્પ) વિગેરેમાં પણ ઉપર્યુક્ત ઘટનાએનું સૂચન કર્યું છે. વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ વિગેરેએ ધર્માલ્યુદય મહાકાવ્ય (સંઘપતિ–ચરિત) વિગેરેમાં સૂચવ્યા પ્રમાણે તે મંત્રીએ ત્યાં તપસ્વી જટાધરને ગામનું શાસન-દાન અપાવી વસ્ત્રાપથના માર્ગને તથા સંઘને સંતાપરહિત કર્યો હતે. શત્રુંજય પર કરાવેલ નંદીશ્વર તીર્થની રચના અને ત્યાં પિતાની પત્ની અનુપમાના સ્મારક તરીકે શત્રુંજયમાં શિલાબદ્ધ કરાવેલા સ્વચ્છ મિષ્ટ જલ પૂર્ણ “અનુપમ સરેવર ને ઉલ્લેખ તેના સમકાલીન ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિ વિગેરે કવિઓએ કર્યો છે.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy