SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) સાક્ષર–સમાજને શરમાવ્યું છે. કલા અને રસિકતાના મન માન્યા પિષણને નામે સાચા ઈતિહાસને છુપાવી વિપરીત વિધાન કરતાં ભીંત નહિ પણ પાયે જ ભૂલેલા એ સાક્ષરે ને-નવલકથાકારેને ઈતિહાસનું કેવું જ્ઞાન છે? અથવા સાચા ઈતિહાસ પ્રત્યે કેટલો પ્રેમ છે? યા ગુજરાત પ્રત્યે કેટલું માન છે ? સાચી ગુણગ્રાહતા અને કૃતજ્ઞતા કેટલા અંશમાં છે? અથવા ગુણેમાં દોષ આવિષ્કરણ કરવારૂપ અસૂયા–અસહિષ્ણુતા કેટલી હદે પહોંચી છે ? તે જન–સમાજ આગળ પ્રકટ કર્યું છે. એથી પણ સંતોષ ન થતાં વિદ્યાર્થિસમાજમાં–ગુજરાતની ઉછરતી યુવકપ્રજામાં એ કુસંસ્કારરૂપી વિષ પ્રસરાવવા થયેલા પ્રયત્ન પણ જાણીતા છે. “જતિ કે જમત” જેવાં કલ્પિત પ્રકરણોદ્વારા અને કલ્પિત પાત્રસંબંધદ્વારા વિલક્ષણ પ્રકારે જૈન-ધર્મને અને સમાજને નિન્દ, તિરસ્કારપાત્ર, ધિક્કારવા એગ્ય ધૃણિતરૂપમાં દર્શાવતાં તેમના સ્વૈરવિહારી મુત્સદી મગજને શાંતિ નથી વળી. સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય તરફ ચાપલ કરવાથી, કે ગુજરાતની રાજમાતા પવિત્ર સતી મયણલ્લાને તરંગી કલ્પનાઓથી વિચિત્ર અગ્ય પ્રેમ–સંબંધવાળી દર્શાવવાથી જ સંતોષ નથી થ. મહામાત્ય મુંજાલ, મંત્રીશ્વર ઉદયન, વાડ્મટ, આમ્રભટ અને સાંતૂ, સજજન જેવા માનનીય, ઈતિહાસપ્રસિદ્ધ ગુજરાતના યશ:શેષવિદેહી વિશિષ્ટ અધિકારીઓને, શ્રાવક વણિકૂ જૈન સમાજને નીચે દર્શાવવા, કરી શકાય તેટલે વચન–બાણ–પ્રયોગ કરી તુચ્છકારતાં કે અધમ સૂચવતાં ભાગ્યે જ સંકેચ થયે જણાય છે. ઘનશ્યામ અથવા રા. ક. મા. મુનશીની નવલકથાઓ (પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ, રાજાધિરાજ વિ.) વાંચનારાઓ
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy