SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હતે તેને અને મહિમુન્દને પણ થોડા દિવસમાં દુર્જનેએ મારી નાખ્યા હતા. વિશ્વાસુ માણસે મોકલેલા એ વૃત્તાંતને સાંભળીને વિદેશમાં રહેલા બાધરશાહ પાછો ફર્યો અને ચંપકદુર્ગ(ચાંપાનેર) પહોંચે; તે જ વખતે રાજ્ય પર સ્થાપિત થયે. વિ. સં. ૧૫૮૩ ભાદ્રપદ શુ. ૨ ગુરુવારે તેને રાજ્યાભિષેક થયો. પ્રતાપ વિસ્તાર્યો. શત્રુ અને મિત્ર તથા અપકારી અને ઉપકારીઓ તરફ એગ્ય પ્રવૃત્તિ કરી. એ પ્રસંગે કૃતજ્ઞ–શિરોમણિ બાધરશાહે ઉપકારનું સ્મરણ કરતાં શ્રીમાન્ કર્માશાહને આમંત્રણ કર્યું. કર્માશાહ ત્યાં જલ્દી આવ્યા અને અનેક સુવસ્તુઓને ઢગલે ભેટ કરતાં બાધરશાહને ભેટ્યા. બાધરશાહ ઉભા થઈ કમશાહને બન્ને હાથવડે ભેટ્યા અને સભા-સમક્ષ ખૂબ સ્તુતિ કરી કે આ મહારે પરમ મિત્ર છે, પહેલાં દુરવસ્થાથી કદર્થના પામતાં હારે ઉદ્ધાર આ દયાલુએ કર્યો હતો.” એમ બોલતા પાતશાહને १ “ वृत्तान्तमाप्तप्रहितं निशम्य विदेशगो बाधरशाहिरेनम् । प्रत्यावृतश्चम्पकदुर्गमाप तदैव राज्ये विनिविष्ट एव ।। श्रीविक्रमार्काद् गुण-दिक्-शरेन्दुमितास्वतीतासु समासु १५८३ जज्ञे । राज्याभिषेको नृपबाधरस्य प्रोष्ठद्वितीयादिवसे गुरौ च ॥" –શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ [ ઉ. ૨, ૨૦ ર૯, ૩૦ ] २ “ आगात् किलाकारितमात्र एवोपदीकृतानेकसुवस्तुशैलः । कर्मस्ततो बाधरभूमिपालोऽप्युत्थाय दोर्ध्या च तमालिलिङ्ग ॥ तुष्टाव बाढं परिषत्समक्षमहो ! ममायं परमो वयस्यः । कदर्थितं प्राग् दुरवस्थया मां समुद्दधाराशु दयालुरेषः ॥" –શ. તી. [ઉ. ૨, શ્લો. ૩૯-૪૦]
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy