________________
જેઓ, રાજાઓને રંજન કરવાની કલા અને બલવડે બપભટ્ટિ જેવા, વિશાલ બુદ્ધિવડે બૃહસ્પતિ જેવા, કુદષ્ટિએને જીતનારા હોવાથી દેવસૂરિ જેવા, તથા અનેક સ્ત અને સ્તુતિઓ કરવાવડે જે જિનપ્રભ જેવા હતા. તે વાચકનાયક સેમદેવગણિને, તે પ્રસિદ્ધ ગણધારી(ગચ્છનાયક) રત્નશેખરસૂરિએ, રાણપુર નગરમાં, સંઘપતિ ધરણે કરેલા મહોત્સવ પૂર્વક સૂરિપદ આપ્યું હતું. ”
રાજા જયસિંહ ચહુઆણના રાજ્યમાં હાલોલ ગામ પાસે નાની ઉમરવાણ ગામમાં રહેલા કૂવા
ઉપરના શિલાલેખ પરથી જણાય છે પાવાગઢના રાજા કે–વિ. સં. ૧૫રપમાં માઘ વ. ૮ શનિજયસિંહને વારે, પાવકદુર્ગ(પાવાગઢ) પર ઉપર્યુક્ત પરિચય મહારાજ જયસિંહદેવનું રાજ્ય વિજ
યવંત હતું. ચહુઆણવંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એ જ વંશ-કુલમાં તિલક જેવા થયેલા [ રણથંભેરવાળા] હમ્મીરદેવના કુલમાં થયેલા १ “ विद्याविवादमदमेदुरवादिवृन्दं वाक्यैर्निवार्य नृपपर्षदि हर्षवर्षेः । यै रञ्जितः स्वककवित्वकलातिरेकात् क्षुल्लैरपि क्षितिपतिः किल कुम्भकर्णः ॥ श्रीपावकावनिपसजयसिंह-जीर्णदुर्गेश-मंडलिकहाम(रा प्र)मुखा नरेन्द्राः। आत्मीयगीमधुरता-कविता-समस्यापूर्त्यादिना हृदि चमत्कृतिमापिता यैः॥ भूजानिरञ्जनकलाबलबप्पभट्टिकल्पास्त्वनल्पधिषणा धिषणानुकाराः । ये देवसूरिसदृशाः कुदृशां जयित्वान्नैकस्तव-स्तुतिविधानजिनप्रभाभाः ॥ तेभ्यो ददुर्नगरराणपुरे क्षणौधे सूरेः पदं धरणसङ्घपतिप्रणीते । श्रीसोमदेवगणिवाचकनायकानां श्रीरत्नशेखरवरा गणधारिणस्ते॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૧, પદ્ય ૧૦૭–૧૧૦ ય. વિ. .]