SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક. . (૫) વાદનું સદીમાં આ લેખ(પૃ. ૨૮)માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે વડાદરા પાસેના જે ઉત્કટઅંકેટ પુરમાં આદીશ્વર જિનનું પવિત્ર ધામ કરાવ્યું હતું, તે, વિકમની ૯ મી સદીમાં અંકોટપુર નામથી જાણીતું ૮૪ ગામવાળા તાલુકા–પ્રગણાનું મુખ્ય ઐતિહાસિક નગર જણાય છે. સમસ્ત મહાશબ્દો (બિરૂ–ટાઈટલ)ને પ્રાપ્ત કરનાર, મહાસામંતના અધિપતિ, સુવર્ણવર્ષ (સુવર્ણ વષવનાર), રાષ્ટ્રકૂટવંશી લાટેધર કર્કરાજે શકનૃપ સં. ૭૩૪(વિ. સં ૮૬૯)માં વે. શુ. ૧૫, સિદ્ધશમી આવાસથી વડપદ્રક ગામ(વર્તમાનમાં શ્રીમંત સરકારની રાજધાની વડેદરા)ને માતા-પિતાના તથા પિતાના આ લેક અને પરલોકના પુણ્ય–ચશની અભિવૃદ્ધિ માટે બ્રહ્મદાય તરીકે આખ્યાને ઉલ્લેખ, તામ્રપત્રમાં મળે છે. વલભી(વળા)થી વિનિત ભટ્ટ સેમાદિત્યના પુત્ર ચાતુવિદ્ય બ્રાહ્મણ ભાનુભટ્ટને ધાર્મિક ક્રિયાવૃદ્ધિ માટે અપાયેલ ઉપર્યુક્ત વડપદ્રક ગામ, પહેલાં, આ અંકેટ્ટકના ચતુર્વેદી બ્રાહ્મણને અપાયેલું હતુંતે સમયે આ અકોટક(વડેદરાની પશ્ચિમમાં)ની મુખ્યતાવાળી ચોરાશીમાં ગણાતું હતું. [ વિશેષ માટે જુઓ જ. મેં. સો. . ૮, પૃ. ૨૦ તથા ઈ. એ. . ૧૨, પૃ. ૧૧૬]. હાલમાં જે નાનું ગામ અકેટા નામથી ઓળખાય છે. સમયની બલિહારી છે !!!
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy