SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અનુપમ સરાવર કરાવ્યું હતું, અને આનૂમાં તેના તથા તેના પુત્ર લાવણ્યસિંહ( લૂણસીહ )ના પુણ્યાર્થે, તેમિનાથનુ અદ્ભુત શિલ્પકલામય મનેાહર દેવાલય( લૂણસીહ–વસહી ) રચાવ્યું હતું; ત્યાં દેવાધિદેવના પરમે પાસકરૂપમાં પેાતાની તથા અનુપમાની મૂર્તિ પણ કરાવી હતી. જેનું ચિત્ર( ફોટા ) અહિં પ્રારંભમાં મૂકવામાં આવ્યુ છે; તેના અનુકરણરૂપે, ૩૫૦ વર્ષો પછી મેાગલ શહેનશાહે પેાતાની પ્રિયતમાના સ્મરણાર્થે કરાવેલ આત્રાને! તાજમહાલ દષ્ટિગેાચર થાય છે—એ ચિરસ્થાયી સ્મારક સ્નેહીઓનાં અપૂર્વ સંસ્મરણા નથી શું ? તેમ સામાન્ય મનુષ્ય, યથાશક્તિ કરે તે તે શું અયેાગ્ય લેખાય ? આ સ્થળે દુ:ખભર્યું. આત્મ-નિવેદન પ્રકટ કરવાની કરુણ કરજ ઉપસ્થિત થઇ છે. નામથી અને સદ્ગુણાથી ઉપર્યુક્ત અનુપમાનું સ્મરણ કરાવતી એક વ્યક્તિ, આશાભરી યુવાનીમાં પ્રવેશ કરતાં, ૨૨ વર્ષ જેટલી વયમાં—ગત વર્ષોંમાં ( વિ. સં. ૧૯૯૦ આષાઢ વ. ૧૨ ) આ પંક્તિચેાના લેખક સાથેને ૮ વર્ષને દાંપત્ય સંબંધ તજીને અકાળે પરલાંક– પ્રવાસિની થઇ છે ! ભાવનગરની સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થતા એના દેહને દુઃખી હૃદયેાએ અશ્રુભરી નજરે નીહાળ્યો છે !! સજ્જન કુશલ ડૉક્ટરાની તથા વૈદ્યોની કિંમતી સલાહને અને દવાઓને, વિધિની પ્રતિકૂલતાએ, સફળ થવા દીધી નહિ, વડોદરાથી તલાજા, ભાવનગર તરફ કરેલાં પ્રયાણાને અશુભ યાગવાળાં બનાવ્યાં; જેની જીવન–જ્યાતિને ઉજવિત રાખવા કરેલા ઉપચારાને, પ્રભુ-પ્રા નાઓને, સંતાના શુભાશીર્વાદેને પણ દુર્દેવે નિષ્ફળ કર્યાં, જેનાં માત-પિતા, બ્લેના અને ભાઇ વિગેરેના તથા અન્ય સ્વજનેાના અનેક પ્રયત્નને સાર્થક થવા દીધા નહિ ! ! ! ક્ષય જેવી ભયંકર વ્યાધિએ જેના દેહને મહિનાઓ પન્ત ઘેરી અતિક્ષાણુ, સંતપ્ત કર્યાં, એવી દુ:ખમય વિષમ સ્થિતિમાં–
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy