________________
“જિતં તર ફરી સન્મ મા કડિય” અથવા તે “તમેવ સર્ષ નિણં વં વિહિં શિ” આવી અપકમ્પિત માન્યતાવાળા આત્માઓજ કરી શકે છે. જ્ઞાનિઓએ દ્રવ્યભકિતમાં કે ભાવભકિતમાં મુક્તિ અને મુક્તિની સાધનામાં જરૂરી અંગો સિવાયની અન્ય આશંસા રાખનારાઓની ભકિતને વાસ્તવિક દ્રવ્ય કે ભાવમાં ગણી જ નથી. “સુરનર સુખ દુઃખ કરીલેખ, ઇછે શિવસુખ એક આવી શુદ્ધ માન્યતાવાળા આત્માઓજ સાચી ભાવભકિત કરી શકે છે. સંસાર સુખના રસિઆઓ અને મોક્ષ પ્રત્યે અરુચિવાળા આત્માઓ સાચી ભાવભક્તિ કરવા માટે અગ્ય છે. તેનીજ દ્રવ્યભકિત ભાવભક્તિનું કારણ બને છે કે જેણે પૌગલિક સુખની કામના સિવાય આત્મિક સુખની ઈચ્છાએ જ દ્રવ્યભકિત આચરી છે. એજ દ્રવ્યભક્તિ ભાવભક્તિનું કારણ બને છે. ઉપરોક્ત ઈચ્છાથી વિપરીત રીતે કરાતું અનુષ્ઠાન શુભ અનુષ્ઠાનની કક્ષાએ પહોંચી શકતું નથી. કિન્તુ અશુભ અનુષ્ઠાન બની સંસારસાગરમાં ભયંકર યાતનાઓને ઉપજાવનારું બને છે અને આત્માને મુકિતથી અતિ દર બનાવનારું બને છે.
ભાવભક્તિસુખસાગરમાં ઝીલતા અનેક મહાપુરૂષ આઠે કર્મોનો વિનાશ કરી અજરામર પદને પામી સર્વ દુઃખોથી મુક્ત બની ગયા. ભાવભકિતમાં ઝીલતા મહાપુરૂએ ભાવભકિતમાં ઝીલાવવા સુંદર પદ્યોમાં આન્તરિક સુંદર ભાવેની રેલમછેલ કરી છે. શ્રી જિનશાસનમાં સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, સર્વેદિક સાહિત્યનો પાર નથી. પ્રસિદ્ધ થયાથી કંઈગુણું સાહિત્ય અપ્રસિદ્ધ પડયું છે. એ જ રીતે ગુજરાતી સાહિત્ય પણ ઘણું છે. અપ્રસિદ્ધ પદાસગ્રહ ઘણે આંખ સ્વામે આવતાં ધીમે