________________
*
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્વતમ. . (સંભવ જિનવર વિનતિ–એ દેશી.) વિમલ જિનેસર વંદિયે, કદીયે મિથ્યા મૂલે રે, આનંદીયે પ્રભુ મુખે દેખીને, તો લહીયે સુખ અનુકૂલોરે. વિ૦ ૧ વિમલ નાણુ છે જેહનું, વિમલ દંસણ સેહે રે; વિમલ ચારિત્ર ગુણે કરી, ભવિયણનાં મન મોહે રે. વિ. ૨ વિમલ બુદ્ધિ તો ઉપજે, જે વિમલ જિનેસર ધ્યાય રે વિમલ ચરણ પ્રભુ સેવતાં વિમલ પદારથ પાય રે. વિ૦ ૩ વિમલ કમલ દલ લેયણાં, વદન વિમલ સસી સોહે રે; વિમલ વાણું પ્રભુની સુણી, ભવ્ય જીવ પડિ બેહે છે. વિ. ૪ વિમલ જીહા તસ જાણીયે, જે વિમલ જિર્ણદગુણ ગાવે રે; શ્રી ખિમાવિજય પય સેવતાં, વિમલ જસ બહુ પાવે રે. વિ. ૫ . (૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન.
(શ્રી સુપાસ જિનરાજ—એ શી) અનંત પ્રાણિને નાથ, અનંત ગુણ મણિ આથી આજ હે નામ રે, પરીણામે જુગતું જેનેજી. ૧ દરિસણ નાણ અનંત, તિમ વળી સુખ અનંત, આજ છે વીર્ય, વિરાજે અનંતું જેનેજી. ૨ આણી કેમને અંત, એમ કહી ચાર અનંત, આજ હો રાજે રે, શિવ પદવી છાજે જેહને જી. ૩ ભમતાં ભવ અનંત, જે મિલી ભગવંત આજ હે હરખે રે, મેં પરખે પુન્ય પટંતરોજી. ૪ દરિસણ દુર્લભ દેવ, વળી તુમ ચરણની સેવ; આજ છે સ્વામી રે, મેં પામી પ્રેમે તે ભલી જી. ૫