SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલો–ચોવીશી સંગ્રહ [૨] શ્રી કેસરવિમલજી કૃત વીશી. (૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન. . (લાડીલે લાખેણી લાડી વખાણે આયો–એ દેશી.) સહીયાં ઋષભ જિણુંદ શું મને લાગ્યું, ચાલ તણ પરે રંગ લાગે છે. મોરૂં મન રાતું એ પ્રભુ રાગે, જેહવું હીર કીરમજી રાગે છે; રાત દિવસ જે પ્રભુ મુખ આગે, મન ક્યું રમે નીર અથાગે છે. સ. ૧ મેહે મોરા ચંદ ચકરા, જિમ કેયલ- વલી સહકારા હે; તિમ પ્રગટે બહુ નેહા મેરા, એહ મૂરતિ શું અધિકેરા હે. સ૨ શોભા દેખી પ્રભુ મુખ કેરી, આંખલડી ઉલ્લસે અધિકેરી હે; જાણું જે કીજે સેવા ભલેરી, ટાળે દૂર ભવની ફેરી હે. ૦ ૩ મોહન મૂરતિ મેહનગારી, એ સમ નહિ જગ ઉપગારી હે; એહીજ સાચી કામણગારી, જિણે વશ કરી મુગતિ ઠગારી હે. સ૦ ૪ જિમ જિમ દેખું નયણ નિહારી, તિમ મુજ મન લાગે પ્યારી હે; એહ મૂરતિ દેખી મને હારી, દરીસણની જાઉં બલિહારી હે. સ૦ ૫ નાભિ નરેસર કુલ અવતારી, મરૂદેવી માતા જેણે તારી હે; સુનંદા સુમંગલા વરી જેણે નારી, યુગલા ધર્મ નીવારી હે. સ૬ રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર કેવલધારી હે; શેત્રુંજા ગિરિવર પ્રભુ પાઉ ધારી, મહિમા અનંત વધારી છે. સ૦ ૭ અષભ જિનેસર મૂરતિ સારી, શેત્રુંજા ગિરિવર શોભાકારી છે; કેસર વિમલ કહે જે નરનારી, પ્રણમે તે જગ જયકારી છે. સ. ૮
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy