SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મિક્ષની કામના છતાં આરમ્સ પરિગ્રહથી રહિત બની સર્વ વિરતિ પંથે વિચારવાની જેઓની શકિત નથી તેઓ માટે દ્રવ્ય ભકિત પૂર્વકની ભાવ ભકિત એ પરમારતકએ ઉપદેશી છે. દ્રવ્ય ભક્તિ પણ ભાવ ભક્તિ માટેજ છે, એ વાત પ્રભુશાસનના આરાધકે કદી ભૂલતા નથી. જેઓ સર્વવિરતિ સ્વરૂપ ભાવભક્તિને પામી શકતા નથી તેઓ આરમ્ભ પરિગ્રહમાં પ્રસકત હોવા છતાં ભાવભકિતમાં કારણભૂત બનનારી દ્રવ્યક્તિને અ૫લાપ કરે છે તેઓ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાના અપલાપનું પાપ કરનારાઓ છે. કાર્ય સુધાને શમાવવાનું છે તેમ છતાં પણ તે પૂર્વની અનાજ મેળવવા આદિની પ્રવૃત્તિને જેમ કેઈ પણ સમજુ નિરૂપયેગી કહી શકતું નથી તેમ ભાવભક્તિની જનેતા દ્રવ્યભકિતને પણ કંઈ સુજ્ઞ નિરૂપયેગી કહી શકતા નથી. સમ્યક્ત્વને ધરનારા અને સર્વવિરતિને ધરવાની શકિતના અભાવમાં દેશ વિરતિને ધરનારા પુણ્યાત્માઓ સર્વવિરતિને પામવાના અભિલાષને સફળ કરવા માટે દ્રવ્યભકિત પૂર્વકની ભાવભક્તિમાં ખૂબજ આનંદ અનુભવે છે. એવા આત્માઓ હદયપૂર્વક માને છે કે પાપના ઉદયે-આરમ્ભ અને પરિગ્રહમાં પડેલા એવા અમે જે અમારી શકિતના પ્રમાણમાં દવ્યભક્તિને આચર્યા વિના ભાવભક્તિની જ વાત કરીએ તે ખરેખર અમારી એ પ્રવૃત્તિ મયૂરના નૃત્ય જેવી છે. આરમ્ભ અને પરિગ્રહમાં પડેલા એવા અમારા માટે દ્રવ્યભકિત એ અનિવાર્ય છે. અમારી શક્તિના પ્રમાણની સુંદર દ્રવ્યભક્તિ ભાવભક્તિની જનેતા છે. ભકિત માટે આરમ્ભ એ પ્રશસ્ત આરમ્ભ છે અને શ્રી જિનની ભક્તિમાં દ્રવ્યને વ્યય એજ
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy