SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલો–વીશી સંગ્રહ ભાગ્ય ઉદયથી આજ, ભલા પ્રભુ એ લહ્યા, અંગ અડ્યો બહુ રંગ, અમીરસ પરિવહ્યા; ઉપગારી જિનરાજ, સમા જગ કુણ કહ્યા, તપજ૫ હીણું તે પણ તે જન નિરવહ્યા. ૪ મુજ મન કમલે નિત્ય, હંસા પરે તમે રહ્યા, જસ પરિમલ તુજ સ્વામી, સદા જગ મહમહા તારક! પાર ઉતાર, મેં પાયક તુજ ગ્રહ્યા, કરો સરસ રસ રેલ કે, મેઘ જવું ઉન્નહ્યા. ૫ (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન. (ધરમ જિનેસર ગાઉં રંગશું—એ દેશી.) શીતલ શીતલ ઉપશમ આદર, દશમો જિર્ણોદ દયાલ, શુભંકર; ભવભય ભંજન જન જન તણે, મુનિમન કમલ મરાલ, જયંકર; નંદા નંદન દેવ જિનેસરૂ. ૧ જિમ જિમ કીજે દરિસણ જિન તણો, તિમ તિમ તેજ પ્રસાર, શુભંકર; એકનારીશું જે પ્રભુ ઓળગે, અધિક તસ અધિકાર, જયંકર; નંદા ૨ જે તુજ ચરણે શરણે આવીયા, તેહને કીધ પસાય, શુભંકર; આપ સમેવડ વડિલ દેઈ ધણી, થાપા ત્રિભુવનરાય, જયંકર; નંદા8 તુજ દરબારે રેખ ઈસી પડે, કીજે રંકને રાજ, શુભંકર; સાચું સાહિબ બિરૂદ વહે સહી, નાથ ગરીબનિવાજ, જયંકર; નંદા. ૪ અંતર દુશ્મન દૂર કરી સહુ, આપે અરિહંત! સિદ્ધિ, શુભંકર; મેઘ મહોદધિ મોટા રાજવી, તુઠા હુએ નવ નિધિ, યંકર; નંદા. ૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy