________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
પૂજતી પ્રતિમા છઠે અંગે, સંસાર સુખ માગે નહિ, અરિહંત ભગવંત તરણ તારણું, મુક્તિ સુખ માગે સહી નારદ આવ્ય વિનય ન કરે. અવિરતિ જાણ કરી. એણે લક્ષ જાણીયે તે, શ્રાવિકા સુધી ખરી. ૧૪-૨૨
જૂઓ ભગવતી રે, તુંગીયા નગરી શ્રાવક ઘણું, શ્રી મહાવીરરે, સમવસર્યા શ્રવણે સુણ્યા; તવ જ્ઞાતારે, કબલિ દેવપૂજા કહી.
વીરવંદન, જાયે ભાવ ઘણે સહી. ભાવ સૂધે સાધુ સાધ્વી, સામાચારી જે લહી. ગુરૂને પૂછી જાય દેડરે. કલ્પસૂત્રમાંહે કહી; શ્રીઠાણુગે ચાર સાચાં, વીર વચને વખાણીયે, નામ સ્થાપના કવ્ય ભાવે, દેવ એણપણે જાણીયે. ૧૬-૨૪
અંગ પંચમેર, ગૌતમ પૂછે વીર કહે, ચમકરે, હમે જાવા કિમ લહે; શરણાગતરે, અરિહંત કે પ્રતિમાતણું,
કે સાધુનુંરે, ભાવિત આત્મા જે ઘણું. ૧૭-૨૫ ઘણું ધન એ ન્યાય મારગે, શ્રાવક જન તે શું કરે, ભક્તિપદને કરૂં વિવર, નવે થાનકે વાવરે જિન ભવન જિન બિબ અનુપમ, પૂજા પ્રતિષ્ઠા અતિભલી, સિદ્ધાંત પુસ્તક સંઘ ભક્તિ, તીર્થયાત્રા નિરમવી. ૧૮-૨૬
અતિ નિર્મલીરે, પહેલી પૂજા ઈમ કરે, ભલે મુહૂરરે, કૃપણપણું તિહાં પરિહરે, તે નક્ષત્ર, ગણિવિજજા પયને કહ્યા, શ્રી પાસ જિન, ગીતારથતા એ લહ્યા. ૧૯-૨૭