SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો અગાઉનાં પ્રકરણોમાંથી હવે સ્પષ્ટ થશે કે વાસ્તવમાં પાઠસંપાદન એક કલા છે, જે દ્વારા પાઠ-સમીક્ષક અમુક વિશિષ્ટ સમસ્યાઓના નિરાકરણ અર્થે સામાન્ય બુદ્ધિનો કુશળતાપૂર્વક અને પદ્ધતિસર વિનિયોગ કરે છે. પ્રત્યેક અન્વેષકને આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓના ઉકેલ માટેનું અભિસાક્ષ્ય(evidence) અહીં હસ્તપ્રતો રૂપી દસ્તાવેજોના પ્રમાણ પર આધારિત હોય છે, આથી તે છેવટે હસ્તપ્રતોના સંચારણ કાર્ય માટે જવાબદાર સાધન - માનવ - દ્વારા નિયંત્રિત બને છે. અને તેથી હસ્તપ્રતોમાં જોવા મળતી વિભિન્ન માનવનિર્મિત ક્ષતિઓ અને અશુદ્ધિઓના પ્રકારો ઉપર મુખ્યતઃ આધારિત આ પાઠસમીક્ષાના સામાન્ય નિયમો (જેમને પાઠસમીક્ષાના અધિનિયમો' કહ્યા છે)નો ઉપયોગ પણ તેમની મર્યાદિત - સબળતા(validity)ને ખ્યાલમાં રાખીને કરવો જોઈએ. પાઠસમીક્ષાનું એક અત્યંત સર્વસામાન્યપણે સ્વીકૃત સિદ્ધાંત-વાક્ય એ છે કે કઠિન પાઠને પસંદગી આપો' (Peter the harder reading). આને શાસ્ત્રીય પરિભાષામાં કઠિન અર્થાતુ દુર્બોધ પાઠ' (Lectio difficilior) કહે છે. જો કે આ સિદ્ધાંતવાક્ય સર્વત્ર નિરપવાદપણે માન્ય હોય એમ નથી. તેમ છતાં તે ઘણેખરે પ્રસંગે સાચું છે; ખાસ કરીને જ્યારે લહિયો પોતાની આદર્શ-પ્રતમાં જાણી જોઈને પરિવર્તન કરતો હોય ત્યારે આમ જ બનતું હોય છે, કારણ કે આવા પરિવર્તન પાછળનો આશય મુખ્યત્વે અર્થને સ્પષ્ટ કરવાનો હોય છે. આકસ્મિકતાને બાજુએ રાખીએ તો, આવાં વિચારપૂર્વકનાં પરિવર્તનથી પાઠ સામાન્યતઃ સમજવામાં સુગમ બને છે. પરંતુ જ્યાં અકસ્માત ભૂલ થઈ ગઈ હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડી શકે નહિ, કારણ કે આવી આકસ્મિક ભૂલને પરિણામે ઉત્પન્ન થતો પાઠ, જો સમજી શકાય તેવો હોય તો, સાચા (મૂળ) પાઠ કરતાં સ્વાભાવિક રીતે વધુ કઠિન જ હોવાનો. ઉદાહરણ તરીકે, મહાભારતના સંચરિત પાઠમાં એવાં ઘણાં પાઠાન્તરો જોવા મળે છે કે જેમને પાઠના પુનર્નિર્માણની સામાન્ય પદ્ધતિઓથી સમજાવી
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy