SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ભારતીય પાઠ-સમીક્ષા પરંપરામાં પ્રતિલિપીકરણ યંત્રો દ્વારા નહિ, પરંતુ માનવી દ્વારા કરવામાં આવતું હતું. અલબત્ત, અનુભવ આપણને શીખવે છે કે નીચે દર્શાવેલી વિવિધ પ્રકારની ક્ષતિઓનું પુનરાવર્તન અલગ અલગ પ્રમાણમાં હોય છે અને સંશયાત્મક પ્રસંગોએ તેઓમાં જુદી જુદી સંભાવનાઓ સમાયેલી છે. પાઠ-સમીક્ષાના આ વિભાગનો પાયો મજબૂત બનાવવા માટે જેમના મૂલસ્રોત ખરેખર ઉપલબ્ધ હોય (અને જેમના પાઠોને સામાન્ય રીતે આપણા સમીક્ષાત્મક સંપાદનમાં આપણે લક્ષમાં ન લઈએ) એવી હસ્તપ્રતોને આધારે ભિન્ન ભિન્ન સમયના ગાળા, સાહિત્ય-પ્રકાર અને લેખનનાં સ્થળ પ્રમાણે તેમના સઘળા વ્યક્તિગત દોષોની સૂચિ બનાવવી જઈએ અને પ્રકારો પ્રમાણે એમનું વર્ગીકરણ કરવું જોઈએ. ત્યાર બાદ સંસ્કરણ (recension) દ્વારા જેમના મૂલસ્રોતનું નિશ્ચયાત્મક રીતે પુનિર્નિર્માણ કરી શકાય તેવી હસ્તપ્રતોના વ્યક્તિગત દોષો તરફ જવું જોઈએ; આ બાબતમાં સર્વપ્રથમ કરવાનું કામ એ છે કે જેમના મૂલસ્રોતનું નિર્ધારણ પાઠ-ચયન (પાઠ-પસંદગી) દ્વારા શક્ય હોય એવી હસ્તપ્રતોને જેમના મૂળસ્રોતનું નિર્ધારણ અનુમાન યા તર્ક દ્વારા શક્ય હોય એવી હસ્તપ્રતોથી અલગ પાડવી જોઈએ. હાલને તબક્કે આ અશુદ્ધિઓનું વર્ગીકરણ વિવિધ રીતે થઈ શકે. હોલે દર્શાવેલું વર્ગીકરણ સ્વીકારીએ તો અશુદ્ધિઓને આ પ્રમાણે વિભાજિત કરી શકાય : ૧. અસ્પષ્ટતાઓ અને તેમને નિવારવાના પ્રયાસ : . (૧) સામાન્ય અક્ષરો અને વર્ષો સંબંધી અવ્યવસ્થા (૨) સામાન્ય સાદશ્યને કારણે શબ્દોના અનુલેખનમાં થતી ભૂલ સંક્ષિપ્ત રૂપો(contractions)નું ખોટું અર્થઘટન શબ્દોને ખોટી રીતે ભેગા લખવા અથવા શબ્દનું ખોટું વિભાજન કરવું તે (૫) શબ્દોના અત્યાક્ષરો (પ્રત્યયો) એકબીજામાં ભેળવી દેવા | (assimilation) અને નજીકની વાક્યરચનાની અસર વર્ણોનું સ્થળાંતર અર્થાત્ ક્રમ-પરિવર્તન(anagrammatism) અને વાક્યોનું સ્થળાંતર; વાક્યો, વિભાગો, અને પૃષ્ઠો અલગ પડી જવાં તે (૭) સંસ્કૃતનું પ્રાકૃત યા પ્રાંતીય ભાષામાં તેમજ પ્રાકૃત યા પ્રાંતીય ભાષાનું સંસ્કૃતમાં ખોટું રૂપાંતર (૮) ઉચ્ચાર-ભેદને કારણે થતી ભૂલ (૯) આંકડાઓની અવ્યવસ્થા ગોટાળો) * (૬)
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy