SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા ૫૩ સંભાવનાઓનું સમતોલપણું હોય છે. કેવળ આવા પ્રસંગોએ જ જે સાક્ષી (હસ્તપ્રત) ચોકસાઈનું સર્વોત્તમ પ્રમાણ આપતો હોય તેને પસંદગી આપવાનો સિદ્ધાંત સ્વીકારીને વધુ વિશ્વસનીય સાક્ષીને કામચલાઉ અવેજી તરીકે સુસંગતપણે અપનાવી શકાય, જેથી વિભિન્ન રૂપાન્તરોનું અનાવશ્યક અને વિવેકશૂન્ય (અવ્યવસ્થિત) મિશ્રણ પેદા ન થાય. જ્યારે આ બધી કસોટીઓ નિષ્ફળ જાય અથવા કેવળ નિષેધાત્મક પરિણામ દર્શાવે ત્યારે સુકથનકરે એવા પાઠને સ્વીકારવાની પદ્ધતિ અપનાવી હતી કે જે પાઠમાંથી અન્ય પાઠો ઉદ્દભવ્યા હોવાનું સૌથી વધુ સારી રીતે સમજાવી શકાય. આ રીતે, ૧, ૯૮, ૧૮માં સમુદ્>સમુદ્ર, સમૂદે, સમૃદ્ધ ઈત્યાદિ. આવા પ્રસંગોએ ઘણીવાર કઠિનતર પાઠ (lectio difficilior) અથવા આર્ષ પ્રયોગ (archaism) અથવા વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ પ્રયોગ (solecism) સાચો પાઠ હોવાનું સાબિત થયું છે, જેનું નિવારણ કરવાની ઈચ્છામાંથી નવા પાઠનો જન્મ થતો હોય છે. તે જ રીતે, જ્યારે વર્તમાન હસ્તપ્રતો સંમિશ્રિત હોય ત્યારે ભિન્ન ભિન્ન રૂપાન્તરોના ઉપ-મૂલાદર્શોના પાઠોના પુનનિર્માણમાં નડતી મુશ્કેલી મહાભારતની હસ્તપ્રતોના અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલ નીચેની વિચારણાઓ પરથી સમજી શકાય. સુકથનકર લખે છે - ધારો કે આપણે અમુક રૂપાન્તર(ગ્રંથ)નો અધિકૃત પાઠ તૈયાર કરવા માટે તેની છ હસ્તપ્રતો તપાસીએ છીએ. અહીં એવું બની શકે કે તેમાંની ચાર હસ્તપ્રતો (G૧, ૨,૪,૫), જે મિશ્રપ્રતો છે, તેમાં એક પાઠ છે; ત્યારે માત્ર બે (G ૩,૬) માં જ સાચો મૂળ પાઠ છે. આવી પરિસ્થિતિમાં પાઠાન્તરોના સાચા મૂળ સ્વરૂપનું અનુમાન કેવળ આ રૂપાન્તર(G)ના પાઠોમાંથી થઈ શકે નહીં. એ તો અન્ય રૂપાન્તરો (T અથવા M અથવા N)ના અવલોકન દ્વારા જ થઈ શકે. વાસ્તવમાં અન્ય રૂપાન્તરોના પરામર્શ સિવાય અમુક રૂપાન્તરની હસ્તપ્રતોમાં સંમિશ્રણ થયું છે કે નહિ (જો સંમિશ્રણ થયું હોય તો) તે શોધી કાઢવાનો કોઈ ઉપાય નથી. આમ એક વાત સ્પષ્ટ થાય છે, કે આ પ્રકરણમાં જે આદર્શ પ્રકારની આપણે ચર્ચા કરી છે તેમાં, જેને આધારે આપણે ગ્રંથની અધિકૃત વાચનાનું પુનર્નિર્માણ કરવાનું છે તે વર્તમાન હસ્તપ્રતોના સ્વરૂપ પ્રમાણે વ્યવહારમાં યથોચિત પરિવર્તન કરવું આવશ્યક બને છે. શક્ય હોય ત્યાં વર્તમાન હસ્તપ્રતોના નિશ્ચિત કુળ(વંશ)ને શોધી કાઢવાના કાર્યનું મહત્ત્વ નીચેની હકીકત પરથી આંકી શકાય : ધારો કે કોઈ એક હસ્તપ્રત તેની મૂલપ્રતના પાઠને સંપૂર્ણ રીતે સાચવી રાખે છે તથા તેની પરંપરા શુદ્ધ અને અમિશ્રિત સ્વરૂપે જળવાઈ રહે છે, પરંતુ તેની મૂલપ્રત તેમ ૬. Prolesomema, પૃ.૮૧.*
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy