SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષાક સંરકરણની સમસ્યા તેઓ “ના પાઠ હોવા જોઈએ એટલે કે તે મૂળપાઠ હોવા જોઈએ. જો તેઓ પરસ્પર જુદા પડતા હોય તો બંને “જ્ઞના પાઠ હોઈ શકે નહીં. એવે સમયે તે બેમાંથી એક “નો પાઠ હશે અને બીજો લહિયાની અનુલેખનીય ત્રુટિયા આકસ્મિક અનુમાનમાંથી ઉદ્ભવેલો હશે. અહીં આપણે બે પાઠો વચ્ચે પસંદગી કરવાની રહે છે, જેને “પાઠાન્તર' (variants) કહે છે, અને જેમાંનો એક “શ' નો પાઠ હશે. આવા પ્રસંગે, ” અને “તેમજ ૪ ને માતૃપ્રત “ના “પાઠાન્તર-ધારક' (variant bearers) કહી શકાય. તે જ પ્રકારે રની દષ્ટિએ ર અને ૩ પાઠાન્તર-ધારકો છે. જો “જે કુળની બે જ હસ્તપ્રતો - ૫ અને ૪ - વર્તમાન હોય તો‘ના પાઠનું નિર્ધારણ કેવળ ૫ અને ના પ્રમાણને આધારે જ કરવાનું રહે. અને જયારે આ બેના પાઠ પરસ્પર મળતા ન આવે ત્યારે આપણે આ બે ઉપ-પાઠાન્તરમાંથી એકની પસંદગી કરવાની રહે અને આ રીતે નિર્ધારિત થયેલો પાઠ રનું પાઠાન્તર બનશે. . અત્યાર સુધી આપણે જે પદ્ધતિ અપનાવી તેમાં આપણે માની લીધું હતું કે “ક્ષ એ “કુળ (શાખા) વચ્ચે મિશ્રણ યા આન્તર સંયોજન થયું નથી. પરનું આ એક આદર્શ પરિસ્થિતિ છે, જેની કેવળ આશા જ સેવી શકાય. કારણ કે સામાન્ય રીતે હસ્તપ્રતો એક જ પરંપરા-પ્રવાહમાંથી એવી એકરૂપતાથી અવતરતી નથી. ઘણી હસ્તપ્રતો બે યા વધુ વિભિન્ન (કુળની) હસ્તપ્રતોના સંમિશ્રણ દ્વારા ઉત્પન્ન થયેલી હોય છે. પાઠ્યગ્રંથોના સંચરણના વ્યવસ્થિત કડીબંધ ઇતિહાસના અભાવમાં તેમના સ્વતંત્ર સંચરણમાં ભળી ગયેલા વિભિન્ન પ્રવાહોને શોધી કાઢવા અત્યંત કઠિન છે, કારણ કે ઘણી વાર તો પ્રવાહો પ્રારંભ કાળથી એકબીજામાં ભળી ગયેલા જણાય છે. સંચરણના વિભિન્ન પ્રવાહોની એબીજામાં ભળી જવાની પ્રક્રિયાને “સંમિશ્રણ' યા “આન્તર મિશ્રણ' કહે છે. અને આ રીતે ઉત્પન્ન થયેલી હસ્તપ્રતોને સંમિશ્રિત હસ્તપ્રત (conflated manuscripts) અથવા ‘મિશ્રપ્રત' (misch-codices) હસ્તપ્રત કહે છે. બે હસ્તપ્રતોની તુલના દ્વારા પાઠ સુધારી શકાય છે, એ કંઈ હમણાંની નવી શોધ નથી. દેવબોધ અને અર્જુનમિશ્ર જેવા મહાભારતના ટીકાકારો પાઠભેદો યા પાઠાન્તરોનાં ઉદાહરણો નોંધે છે. વળી શ્રી ગોડેએ તેમના “Textual Criticism in the Thirteenth Century નામના લેખમાં મધ્યયુગીન પાઠ-સમીક્ષાના એક રસપ્રદ પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે. નીચે આપેલ આકૃતિમાં એક વંશવૃક્ષ દર્શાવ્યું છે, જેમાં ૫ અને ૪ મિશ્રપ્રતો છે, જે અનુક્રમે અને ૪ તથા ૧ અને ૨ના સંમિશ્રણ દ્વારા ઉદ્ભવી છે. ૪. Woolner Commemoration Volume, પૃ. ૧૦-૧૦૮
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy