SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ -૩ પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્વો પાઠ-સમીક્ષાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે પાઠ્યગ્રંથની હસ્તપ્રતોમાં અથવા દસ્તાવેજોમાં સાંપડતા અભિસાક્ષ્ય(evidence)નું અર્થઘટન અને નિયમન કરવું, જેને પરિણામે આપણે શક્ય એટલા વધુ પાછળના (મૂળપ્રતથી નજીકના) સમય સુધી પહોંચી શકીએ અને પ્રમાણભૂત પાઠ પ્રાપ્ત કરી શકીએ, અર્થાત્ લેખકે પોતે શું લખ્યું હશે તેનો શક્ય હદે નિર્ણય કરી શકીએ. બીજા શબ્દોમાં કહી તો પાઠ-સમીક્ષા એટલે શક્ય હોય ત્યાં સુધી પાઠના મૂળ સ્વરૂપના પુનર્નિર્માણના એકમાત્ર પ્રયોજનથી પ્રેરાઈને પાઠ-નિર્ણય માટે માનવબુદ્ધિનો કુશળ અને પદ્ધતિસરનો વિનિયોગ કરવો તે. પાઠનું મૂળ સ્વરૂપ એટલે લેખક દ્વારા અભિપ્રેત સ્વરૂપ: આ પ્રકારના પાઠના પુનર્નિર્માણ(પુનરુદ્ધાર)ને ઘણીવાર સમીક્ષાત્મક સંસ્કરણ” યા “અધિકૃત વાચના' (critical recension) કહે છે. એક સ્વીકૃત પદ્ધતિ પ્રમાણે પાઠ-સમીક્ષાને બે પ્રક્રિયાઓમાં વિભક્ત કરવામાં આવે છે : (૧) સંસ્કરણ (Recension) અને (૨) સંશોધન (Emendation). આ પ્રચલિત પરંપરાગત વિભાજન છે. સંસ્કરણની પ્રક્રિયામાં સૌથી વધુ વિશ્વસનીય હસ્તપ્રતો યા દસ્તાવેજીય પ્રમાણોને પસંદ કરવામાં આવે છે, જેને આધારે લેખકના સ્વહસ્તલેખની સૌથી નજીકની પ્રતનો નિર્ણય થઈ શકે. આ પસંદગી ઉપલબ્ધ સર્વ અભિસાઢ્યોની તલસ્પર્શી સમીક્ષાત્મક ચકાસણી પછી જ શક્ય છે. સંશોધનની પ્રક્રિયામાં હસ્તપ્રત પરંપરામાં રહેલાં સર્વ અવિશ્વસનીય તત્ત્વોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવાં અવિશ્વસનીય તત્ત્વો સર્વોત્તમ દસ્તાવેજો અને હસ્તપ્રતોમાં પણ જોવા મળતાં હોય છે. એક રીતે જોઈએ તો પરંપરાથી આગળ જવાનો - તેનું અતિક્રમણ કરવાનો આ પ્રયત્ન છે અને એટલે તે લિખિત પ્રમાણનો અસ્વીકાર કરવાનો વિચારપૂર્વકનો તેમજ વ્યવસ્થિત પ્રયાસ છે. ' એફ. ડબલ્યુ. હૉલ લખે છે – “ઘણા માણસો પાઠ-સમીક્ષાને એક પ્રકારનો રોગ માનવાનું વલણ ધરાવે છે. પરંતુ તે રોગ પણ નથી કે શાસ્ત્ર પણ નથી. એ તો કેવળ સર્વ
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy