SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પાઠ-સમીક્ષા કામસૂત્ર'ની હસ્તપ્રત પણ અહીંથી પ્રાપ્ત થઈ હતી, જેને આધારે યશોધરે જયમંગલા ટીકાની રચના કરી હતી. બોને યુનિવર્સિટીના ગ્રંથાલયમાંની રામાયણની એક હસ્તપ્રત વિશળદેવના સંગ્રહમાંની આદર્શપ્રતને આધારે બનાવામાં આવી છે. આ રીતે ભારતમાં મોડામાં મોડું સાતમી શતાબ્દીની હસ્તપ્રતો તેમ જ તેમને માટેનાં ગ્રંથાલયોના અસ્તિત્વનાં કેટલાંક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, જો કે ભારતની બહાર શોધાયેલા સંગ્રહોમાં આથી પણ ઘણા પહેલાંના સમયની ભારતીય હસ્તપ્રતો મળી આવી છે. આમ સિંધુ ખીણ સંસ્કૃતિના સમયથી ભારત લેખન-કલાથી નિશ્ચિતપણે પરિચિત હતું અને તે સમયનાં મુદ્રા-તાવીજોમાં ઈ.સ.પૂર્વે ચોથી શતાબ્દીના શિલાલેખો રૂપે પ્રાપ્ત થતા દસ્તાવેજોમાં લેખનકલાનાં ચિહ્નો જોવા મળે છે. તેમ છતાં લિખિત (લિપિબદ્ધ) ગ્રંથોના અસ્તિત્વ માટે કોઈ પ્રમાણ મળતું નથી. વૈદિક અધ્યયનની સાથે સંકળાયેલી મૌખિક પરંપરા ખરેખર અતિ પ્રાચીન છે અને જો કે લિખિત પાઠ્યગ્રંથો અસ્તિત્વ ધરાવતા હતા તેમ છતાં લેખન દ્વારા તેમના સંચારણનું મહત્ત્વ તેમના મૌખિક સંચારણની સરખામણીમાં ઓછું હોય એમ જણાય છે. વાસ્તવમાં પતંજલિ (આશરે ઈ.સ.પૂ.૧૫૦) દ્વારા પાણિનિની અષ્ટાધ્યાયી પર મહાભાષ્યની રચના લિખિત સ્વરૂપમાં જ સંભવે છે. તેમ છતાં પતંજલિ લેખનકલા વિષે કોઈ ઉલ્લેખ કરતા નથી. ખરેખર તો તે સમજાવે છે કે “લિશ' ધાતુ ૩વરણજ્યિ છે. અને પાણિનીય પરંપરા હંમેશ મૌખિક રહી છે, જે કેવળ બોલાતા ધ્વનિની ચર્ચા કરે છે, લિખિત અક્ષરોની કદાપિ નહીં. આ સિદ્ધાંતના સચોટ ઉદાહરણ તરીકે આ સંપ્રદાયનું જ સિદ્ધાંત-વાક્ય “પ્રતિમાનુનાસિયા: પનીયા:' સમજી શકાય. પાછળના સમયમાં જ્યારે લેખનકલા વધુ વ્યાપક બની ત્યારે પણ મહત્ત્વના ગ્રંથોનું સંચારણ મૌખિકરૂપે જેટલું થતું તેટલું લિખિતરૂપે ન હતું. અને મધ્યયુગમાં બનારસના એક પંડિતની કથા છે જે નદિયા જઈને નવ્યન્યાય સંપ્રદાયના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગ્રંથનો સંપૂર્ણ પાઠ તેમની ગંજાવર સ્મૃતિમાં સંઘરી લાવ્યા હતા. - ગ્રંથોના મૌખિક સંચારણની આ વધુ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી પદ્ધતિને પરિણામે હિન્દુઓનું ધાર્મિક સાહિત્ય લૌકિક સાહિત્યની સરખામણીએ વધુ પ્રમાણમાં શુદ્ધ રીતે સચવાયેલું છે. કારણ કે આ ધર્મગ્રંથોનું વિદ્યાર્થીએ અધ્યાપક બોલે તે પ્રમાણે અનુપઠન કરવાનું રહેતું અને તેને કંઠસ્થ કરવાનું રહેતું. આ પ્રકારે ઋગ્વદનાં સૂકતો આજે આપણે છપાયેલી આવૃત્તિઓમાં જે પ્રકારે જોઈએ છીએ તે જ પ્રકારે છેલ્લાં ત્રણ હજાર વર્ષ દરમ્યાન શબ્દ શબ્દ, વર્ણ વર્ણ, સ્વર સહિત, ઘણું ખરું અપરિવર્તિત રહ્યાં છે. પરંતુ ધર્મનિરપેક્ષ અને લૌકિક સાહિત્યની બાબત જરા જુદી હતી. અહીં પાઠમાં સાચે જ સંખ્યાબંધ વિકૃતિઓ પ્રવેશતી, કારણ કે પ્રત્યેક શિક્ષક યા પાઠક માનતો કે તેને પોતાને તેમાં મન ફાવતું
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy