SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદક પરિચય : ડૉ. કે.એચ. ત્રિવેદી (જન્મ : ૨-૬-૧૯૩૩) માધ્યમિક શિક્ષણ : મહેસાણાની ટી.જે. હાઈસ્કૂલ દ્વારા એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રસાર કરી. સંસ્કૃતમાં સર્વાધિક ગુણ માટે મુંબઈ યુનિવર્સિટી દ્વારા એન.આર.બીડકર પારિતોષિક અપાયું. . | ઉચ્ચ શિક્ષણ : ગુજરાત કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃત વિષય સાથે બી.એ. (૧૯૫૪)માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી દક્ષિણા ફેલોશિપ મેળવી. ૧૯૫૬માં એમ.એ. પરીક્ષા પસાર કરી, ડૉ. વી.એમ.કુલકર્ણીના માર્ગદર્શન હેઠળ રામચંદ્ર - ગુણચંદ્ર - રચિત નાટ્યદર્પણ ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. (૧૯૬૨) પ્રાપ્ત કરી. ૧૯૫૭ થી વલ્લભવિદ્યાનગરમાં સંસ્કૃતપ્રાકૃતના અધ્યાપન કાર્યમાં જોડાયા. ત્યાંની નલિની-અરવિંદ આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તથા વિભાગાધ્યાક્ષ તરીકે પ્રદીર્થ સેવાઓ આપી હાલ વયોચિત નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમના સંશોધન-લેખો પૂનાના ભાંડારકર ઓરિ. રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ, વડોદરાનાં ઑરિ. ઈન્સ્ટિટ્યૂટ વગેરેનાં જર્નલોમાં પ્રકાશિત થયા છે. વિદ્યાર્થીઓને ઉપયોગી અનેક પુસ્તકોનું સંપાદનસહસંપાદન કર્યું છે. તેમના મહાનિબંધ લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) દ્વારા પ્રકાશિત થયો છે.
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy