SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ભારતીય પાઠ-સમીક્ષા માસ, પોલ: Textkritik, લિપિઝિગ, ૧૯૨૭. (Einleitung in die Altertumswissenschaft herausgegeben, von Alfred Grecke and Eduard Norden I) આ વિષય પર સૌથી વિશદ અને શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક. તેમાં વિષયના બધા મૂળભૂત સિદ્ધાન્તો સંક્ષેપમાં અને બીજગણિત જેવાં સૂત્રોમાં પ્રસ્તુત કર્યા છે. અંતમાં ચૂંટી કાઢેલાં ઉદાહરણોથી તે સમજાવવામાં આવ્યા છે. ઘણું ઉપયોગી અને સૂચક પુસ્તક. રુબેન, વોલ્ટર: Studien zur Textgeschichte des Ramayana, ટુટગાર્ટ ૧૯૩૬, (Bonner Orientalistische Studien Heft 19) અહીં સુકથનકરે મહાભારત માટે જે પદ્ધતિ અખત્યાર કરી છે તેમનું ઝીણવટપૂર્વક અનુસરણ કરી રામાયણના પાઠ સંબંધી ઇતિહાસમાં તેમનો વિનિયોગ કર્યો છે. રામાયણ મહાભારતના સમીક્ષાત્મક અભ્યાસીઓ માટે અનિવાર્ય પુસ્તક. સુકથનકર વી.એસ. : મહાભારતના આદિપર્વના સમીક્ષાત્મક સંપાદનની પ્રસ્તાવના - Prolegomena, અતિમહત્ત્વનો ગ્રંથ, જેમાં યુરોપની પ્રશિષ્ટ રચનાઓમાં પ્રયુક્ત પાઠસમીક્ષાના મૂળભૂત સિદ્ધાંતોને નવેસરથી ભારતીય દષ્ટિબિંદુથી ચર્ચા છે અને જેમનો પાશ્ચાત્ય પાઠસમીક્ષકોને અનુભવ નથી થયો તેવી પરિસ્થિતિઓ સંબંધે હંમેશને માટે નિર્ણય બાંધ્યો છે. ભારતીય પ્રશિષ્ટ કૃતિઓ પર વધુ કામ કરવા માટે પાઠસમીક્ષાનું પાયારૂપ પુસ્તક. સુકથનકર વી.એસ. Epic studiesI-VII, (JBBRAS (NS), , ૧૫૭-૭૮, Annals of BORI ૧૧, ૧૬૫-૧૯૧; ૧૬, ૯૦-૧૧૩; ૧૭, ૧૮૫-૨૦૨; ૧૮, ૧-૭૬; ૧૯, ૨૦૧-૨૬૨; Kane Festschrift પૃ.૪૭૨-૪૮૭; Epic Questions, I Bulletin DCRI ૧, ૧-૭. આ અભ્યાસપૂર્ણ લેખોમાં સુકથનકરે. તારવેલા સિદ્ધાંતો અને વિશિષ્ટ સંદર્ભમાં તેમના પ્રયોગ સામે જે મૂળભૂત ટીકાઓ કરવામાં આવી હતી, તેમને અત્યંત ચોક્કસાઈપૂર્વક અને વિગતવાર રદિયો આપવાનો પ્રયાસ છે અને પરિણામે પાઠસમીક્ષાના 'વિદ્યાર્થીઓને માટે તે અમૂલ્ય રીતે ઉપકારક છે. આ લેખો મુદ્દાસર અને પ્રાસાદિક રીતે લખાયેલા છે અને તેમાં વિષયના જે મુદ્દાઓ Prolegomena માં સમુચિતપણે વિગતવાર ચર્ચા શકાયા ન હતા તેવા ઘણા અસ્પષ્ટ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હવેટ, એલ. : Manual de critique verbale appliguééax textes latins, પેરિસ, ૧૯૧૧, લેટિન પાઠસમીક્ષા પર આ મહત્ત્વનું પુસ્તક છે; અને તેમાં પાઠસમીક્ષાના ઘણાખરા કિંમતી સિદ્ધાન્તોનો સમાવેશ થાય છે, જે
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy