SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ ૧૦ કરતાં પહેલાં તે ગ્રંથનાં બધાં જ રૂપાન્તરો અને વાચનાઓનું સમીક્ષાત્મક સંપાદન કરેલું હોવું જોઈએ - ને જે ઉત્તર આપ્યો હતો તે અહીં પણ લાગુ પડે છે. આવા સમીક્ષાત્મક સંપાદનોમાં સ્વાભાવિક રીતે જ ઘણા ગૌણ પાઠોનો સમાવેશ થશે અને તેમને શોધી કાઢવાનું કામ કઠિન છે, સિવાય કે જુદી જુદી વાચનાઓ અને રૂપાન્તરો સંબંધી સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોને લક્ષમાં લેવામાં આવે. રૂબેનનાં તારણોનો સારાંશ અહીં પ્રસ્તુત કરી શકાય. મહાભારતની જેમ, રામાયણની હસ્તપ્રતો પણ બે વાચનાઓમાં વિભક્ત બને છે : ઉત્તરી વાચના અને દક્ષિણી વાચના. આ બંને વાંચનાઓ આગળ જતાં બે રૂપાન્તરોમાં વહેંચાય છે. આ પ્રમાણે ઉત્તરી વાચના વાયવ્યીય રૂપાન્તર અને ઈશાનીય રૂપાન્તરની બનેલી છે અને દક્ષિણી વાચના ‘અમૃતકતક ટીકા’ના રૂપાન્તર અને રામાનુજની ટીકાના રૂપાન્તરની બનેલી છે. રુબેન માને છે કે મહાભારત માટે જે શક્ય છે તે પ્રકારનું લિપિઓને આધારે હસ્તપ્રતોનું વર્ગોમાં વિભાજન રામાયણની હસ્તપ્રતો માટે શક્ય નથી. ગોરેઝિયોએ ઈ.સ. ૧૮૪૩માં આ પાઠ્યગ્રંથના પછી સંપાદન(editio princeps)માં બંગાળી રૂપાન્તર પ્રકાશિત કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે આ ગ્રંથના સમીક્ષાત્મક સંપાદનનું જે નવું કામ હાથ ધર્યું છે તે રામાયણની પાઠસમીક્ષા માટે ઘણું સારું છે. રામાયણ (વાલ્મીકિ-વિરચિત) (તેની વાયવ્યીય વાચનામાં) : સુંદરકાંડ, સંપાદક : વિશ્વબંધુ શાસ્ત્રી, લાહોર, ૧૯૪૦. આમાં દશ હસ્તપ્રતોનો આધાર લેવામાં આવ્યો હતો - B†, A૧૬, F, A', C, L ૧૯, L ૧૯, P૧૯, R૯ અને M. સંપાદકના મત અનુસાર આ સર્વ હસ્તપ્રતો એક જ પ્રકારનું રૂપાન્તર દર્શાવે છે, પરંતુ કેટલી હદ સુધી આ એકરૂપ અને અસંમિશ્રિત (શુદ્ધ) રૂપાન્તર છે તે પ્રશ્નની સ્પષ્ટતા પ્રસ્તુત સંપાદનમાંથી પ્રાપ્ત થતી નથી. સંપાદકે તેમની પ્રસ્તાવનામાં શરૂઆતના અંશોના ડૉ.એસ.કે. ડે એ કરેલા ‘અવલોકન’ (review) વિષે પોતાના પ્રત્યાઘાતો દર્શાવ્યા છે. પરંતુ જે સંમિશ્રણથી સદંતર મુક્ત નથી એવાં કોઈ પણ રૂપાન્તરોના સમીક્ષાત્મક સંપાદન વિષે સુકથનકરની ટીકાનું હાર્દ તેઓ ચૂકી ગયા છે. સુવર્ણભાસોત્તમસૂત્ર : સંપાદક : યોહાનસ નોબેલ, લિપિઝિગ, ૧૯૩૭. આ સંપાદન સાત હસ્તપ્રતોને આધારે કરવામાં આવ્યું – A, B, C, D, Eo, F અને G પ્રથમ છ હસ્તપ્રતો નેપાળી લિપિમાં કાગળ પર લખાયેલી છે અને G હસ્તપ્રત તે જ લિપિમાં તાડપત્ર પર લખાયેલી છે. કાગળ પર લખાયેલી સર્વ હસ્તપ્રતોમાં જે સમાન દોષો અને સમાન સુધારાઓ જોવા મળે છે તે પરથી તેઓનું એક જૂથ બને છે, અને G નું બીજું જૂથ. મુખ્ય જૂથમાં પણ C અને F પરસ્પર વધુ નિકટતાથી સંકળાયેલી છે અને ઘણાં પ્રસંગોએ આ ગ્રંથ ઓરિ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાત ભાગ (Volume) માં પ્રકાશિત થયો છે. - અનુ.
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy