SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પાઠ-સમીક્ષા નમૂનો તેમને “જેઈડ ગેટ’માંથી મળ્યો હતો. જ્યારે ‘ગ્રેટ મેગેઝીન ઑફ ધ લાઈમ્સ' માં તેમને એક સાંકડી રેશમી પટ્ટી મળી આવી હતી, જેના પર ભારતીય બ્રાહ્મી અક્ષરોમાં એક લાંબી લીટી લખાયેલી છે. આ અક્ષરો ભારતીય શક યા કુશાન રાજાઓના કાળ દરમ્યાન પ્રચલિત લિપિ સાથે સામ્ય ધરાવે છે. (૩) લાકડાનાં પાટિયાં : વિનિયપિટક અને જાતકોમાં આનો નિર્દેશ છે. પશ્ચિમના ક્ષત્ર નહપાનના શિલાલેખમાં નગરના સભાભવનમાં પાટિયા ફલકનો ઉલ્લેખ છે, જેના પર ઋણ સંબંધી કરારોની નોંધ છે. બ્રહ્મદેશ (બર્મા)માં રંગેલા પાટિયા પર લખાયેલી હસ્તપ્રતો સામાન્ય છે. અને આ પ્રકારની આસામમાંથી મળી આવેલી એક ભારતીય હસ્તપ્રત ઓક્સફર્ડના બોડલેમન ગ્રંથાલયમાં સંગ્રહાયેલી છે. (૪) તાડપત્ર : હ્યુ-એન-સંગ (ઈ.સ.ની ૭મી શતાબ્દી) લેખનસામગ્રી તરીકે તાડપત્રનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેનો ઉપયોગ તો તેનાથી પણ ઘણા સમય પૂર્વે થયો હશે એમ જણાય છે. હોયુિઝીની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ચોક્કસપણે છઠ્ઠી શતાબ્દીની છે, અને ગોડફેના સંગ્રહમાં કાશગરમાંથી મળી આવેલા કેટલાક અંશો છે, જે પુરાલિપિશાસ્ત્ર પ્રમાણે ચોથી શતાબ્દીના હોવાનું મનાય છે. આ અંશો બાવર હસ્તપ્રતથી વધુ પ્રાચીન છે. બાવર હસ્તપ્રતનાં ભૂfપત્રો તાડપત્રનો માપ પ્રમાણે કાપવામાં આવેલાં છે. તક્ષશિલાનું તાંબાનું દાનપત્ર, જેનો સમય પ્રથમ શતાબ્દી કરતાં પછીનો નથી, પણ આ પ્રકારનું છે. આ પરથી એમ સૂચિત થાય છે કે તાડપત્રની સ્વાભાવિક જન્મભૂમિ એવા દક્ષિણથી સેંકડો માઈલ દૂર પંજાબમાં આવા પ્રાચીન સમયમાં આ તાડપત્રનો ઉપયોગ થતો હોવો જોઈએ. તેમની લંબાઈ એકથી ત્રણ ફુટ સુધીની અને પહોળાઈ સવા ઈંચથી ચાર ઈંચ સુધીની હોય છે. ભારતની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો બે પ્રકારના તાડ (Corypha umbraculifera 349141 Borassus flabellifera)-i 41:14iell off19914i Balack છે. પ્રથમ પ્રકાર ભારત દેશનો છે. જ્યારે બીજો કદાચ આફ્રિકામાંથી લાવવામાં આવ્યો હશે. આ બંને પ્રકારનાં વૃક્ષોનાં પાન લાંબાં અને છેડે અણીદાર અને મધ્યવર્તી નસવાળાં હોય છે. જાણીતી તાડપત્ર હસ્તપ્રતોના સંપૂર્ણ પરીક્ષણ દ્વારા હોર્નલે એવા નિર્ણય પર આવ્યા છે કે પ્રારંભ કાળની બધી જ તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો ભારતીય તાડ (Corypha)ના પાનમાંથી બનાવવામાં આવેલી છે. હોરિયુઝી હસ્તપ્રતથી શરૂ કરીને પછીની સંખ્યાબંધ તાડપત્ર હસ્તપ્રતો સાબિત કરે છે કે પ્રાચીન કાળથી માંડીને ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બધે જ તેમના પર શાહીથી લખાણ લખવામાં આવતું હતું. દ્રવિડ પ્રદેશમાં અને ઓરિસ્સામાં
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy