SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ ૧૩૯, મળી હતી, જેમને તેણે જુલાઈ, ૧૮૯૫માં કારગીલમાં લેહના જળબંબાકાર થયેલ વ્યવહાર . માર્ગને પસાર કરવામાં સહાયતા કરી હતી. આ હસ્તપ્રતો કુચાર નજીક કોઈ એક જમીનમાં દટાઈ ગયેલા પ્રાચીન શહેર પાસે ખોદકામ કરતાં મળી આવી હતી એવો તેમનો દાવો હતો. આ સંગ્રહમાં કાગળ પર લખાયેલી ૭૧ હસ્તપ્રતોના અંશો છે, જેમાંના ઘણાખરા ખંડિત છે. હોર્નલેએ ૧૮૯૭ના JASB માં આમને અંશતઃ પ્રસ્તુત કર્યા હતા. હોરિયુઝી હસ્તપ્રત ઃ ઈ.સ. ૧૭૨૭માં ઝાકુમિયો નામના ધર્મગુરુ વડે સંપાદિત Thousand Sanskrit and Chinese Words' નામની ચીની-સંસ્કૃત-જાપાની શબ્દકોષની પ્રસ્તાવનામાં આ પ્રમાણે નોંધ જોવા મળે છે - “યામાટોમાં હૉરિયુઝીના મઠમાં, મધ્ય ભારતમાંથી ઊતરી આવેલ બે તાડપત્ર પર લખાયેલ “પ્રજ્ઞાપારમિતાહૃદયસૂત્ર” અને “સંશિયો-ધારિણી', સંરક્ષિત છે. એમને અંતે “સિમ'(વર્ણમાળા)ના ચૌદ ધ્વનિઓ લખવામાં આવેલા છે. આધુનિક લહિયાઓમાં પ્રચલિત વર્ષોથી જેમને અલગ ન પાડી શકાય એવા વર્ગો સિવાય પ્રસ્તુત સંપાદનની વર્ણમાળામાં તાડપત્રોની વર્ણમાળાનું અનુસરણ કરવામાં આવ્યું છે.” આથી નિર્ણયાત્મક રીતે પ્રમાણિત થાય છે કે હોરિયુઝીના મઠમાં સંસ્કૃત સૂત્રો જેમના પર લખાયેલાં છે તેવા તાડપત્રો છેક ૧૭૨૭ સુધી સચવાયેલાં હતાં. આ મઠ રાજકુમાર ઉમયાદો (અવસાન ઃ ઈ.સ. ૬૨૧)એ સ્થાપેલા અગિયાર મઠોમાંનો એક છે. આ હસ્તપ્રતો સંબંધી પરંપરા સૂચવે છે કે તે ચીનના હાન્ગ (કો) પ્રાન્તમાં નાન-યો નામના પર્વત પર આવેલા મઠમાં રહેતા કેટલાક ચીની ધર્મગુરુઓના કબજામાં હતી. રાજકુમાર મિયાદો જ્યારે ૩૭મા વર્ષમાં હતો ત્યારે એટલે કે ઈ.સ. ૬૦૯માં, જાપાનના શહેનશાહનો , ઈમાકો નામનો હજૂરિયો તેમને જાપાનમાં લઈ આવ્યો. મેકસમૂલરે તેમના Anecdota - Oxon1 ii ની પ્રસ્તાવનામાં (પૃ.૧૦) નીચેની માહિતી નોંધી છે :- હોરિયુઝી -યામાટોનો પ્રાન્ત, મુખ્ય ધર્મગુરુ શિયોકિયો કિબાયા, “પ્રજ્ઞાપારમિતાહૃદયસૂત્ર' અને “ઉષ્ણીષધારિણી અત્યારે સાર્વભૌમ (Imperial) સરકારને સોંપાયેલાં છે. ૧૭૨૭માં તે ગ્રંથો હોરિયુઝીમાં હતા. ત્યારે ઝાકુમિયોએ તેમને જોયા હતા. સત્તરમી શતાબ્દીમાં તેમની પ્રતિલિપિ ઝિઓગોને બનાવી હતી. ઈ.સ. ૬૦૯માં તે ગ્રંથોને જાપાન લાવવામાં આવ્યા. તે બોધિધર્મ (ઈ.સ.પ૨૦)ના ગ્રંથો હોય તે સંભવિત છે. અને તે કાશ્યપ-રચિત હોવાનું મનાતું હતું. આ ગ્રંથોનું સંપાદન મેક્સમૂલર અને નાનજિઓએ Anecdota Ozon, i માં કર્યું છે. આના પરિશિષ્ટમાં બૂલરે હોરિયુઝીની તાડપત્રીય હસ્તપ્રતો પર પુરાતત્ત્વશાસ્ત્રની દૃષ્ટિએ નોંધ લખી છે, જેમાં તે જણાવે છે કે “આ હસ્તપ્રત સ્પષ્ટ રીતે ભારતીય લહિયાએ લખી છે અને તેનો સમય છઠ્ઠી સદીના પૂર્વાર્ધથી મોડો હોઈ શકે નહિ. તાડપત્રોનું પરિમાણ લંબાઈમાં ૧” અને પહોળાઈમાં ર” થી ૧” છે. દરેક પત્રમાં બે નાનાં છિદ્રો છે.
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy