SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વધારાની રુચિ ૧૩૫ . પરિશિષ્ટ-૩ કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો અને સમીક્ષાત્મક - સંપાદનો પ્રસ્તુત પુસ્તકની રચના વિશેષરૂપે ભારતીય વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરતા અને પ્રાચીન અથવા મધ્ય યુગની પ્રશિષ્ટ (Classical) રચનાઓના સમીક્ષાત્મક સંપાદનનું કાર્ય હાથ ધરવાની ઈચ્છા રાખતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમ જ સામાન્યરૂપે ભારતીય પાઠ્યગ્રંથોની પાસમીક્ષા સંબંધી મૂલ તત્ત્વોમાં પારંગતતા જેમણે હજી પ્રાપ્ત નથી કરી તેવા અન્ય વિદ્વાનોને અનુલક્ષીને કરવામાં આવી છે. આથી આ પરિશિષ્ટમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો તથા કેટલાંક સમીક્ષાત્મક સંપાદનો વિષે અલ્પ માહિતી આપવા ધાર્યું છે, જેમનું જ્ઞાન તેમની આ વિષયની સામાન્ય સજ્જતામાં અભિવૃદ્ધિ કરશે. જે હસ્તપ્રતો અને સમીક્ષાત્મક આવૃત્તિઓને અહીં પસંદ કરવામાં આવી છે તેમની માહિતી સાંગોપાંગ સંપૂર્ણ બને કે તેમની આ પસંદગી સર્વ પ્રકારોને આવરી લેતી વ્યાપક બને એવો કોઈ પ્રયાસ કર્યો નથી. એવી આશા છે કે અહીં જે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે તે વાચકોને જાતે જ આ અતિ રસપ્રદ ક્ષેત્રમાં વધુ અન્વેષણ કરવા અને ભારતીય પાઠ્યગ્રંથોના આપણા જ્ઞાનમાં કંઈક નિશ્ચિત અને મૌલિક યોગદાન આપવા પ્રોત્સાહિત કરશે. વાસ્તવમાં પ્રસ્તુત પુસ્તકોનો આ જ મુખ્ય આશય છે. અ. હસ્તપ્રતો બક્ષાલી હસ્તપ્રત : ઈ.સ. ૧૮૮૧માં ભારતની વાયવ્ય સરહદે મર્દન નજીક બાલીમાં ભૂર્જપત્ર પર લખાયેલ ગણિત-વિષયક પુસ્તક મળી આવ્યું હતું. આ હસ્તપ્રત પ્રાચીન યુગમાં લખાયેલી હોવાની ધારણા હતી. આ હસ્તપ્રત પોલીસ ઈન્સ્પેકટર મિયાં અન્-વાનુઉદીનના ખેડૂતને મળી આવી હતી. અન-વા-ઉદીન આ હસ્તપ્રત મર્દાનના આસિસ્ટન્ટ કમીશનર પાસે લાવ્યો. હસ્તપ્રતના શોધકનો દાવો હતો કે હસ્તપ્રત તેને બક્ષાલી નજીકના એક ટેકરા પરના ખંડિયેર પથ્થરના વાડામાં ખોદકામ કરતાં મળી હતી. પરંતુ આ અહેવાલ બરાબર સંતોષકારક નથી. જેમણે ઈસ. ૧૯૨૭માં ભારત સરકાર વતી આનું સંપાદન કર્યું છે, તે શ્રી કાના મતાનુસાર તે અહેવાલ બિલકુલ વિશ્વસનીય નથી. પાછળથી હસ્તપ્રત પંજાબના લેફટનન્ટ ગવર્નરને મોકલવામાં આવી, જેણે જનરલ
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy