SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને ગમગીનીમાં ડૂબી જાય છે. પરિસ્થિતિ પ્રત્યે તેઓ ઘણા જ લાગણીશીલ કે સતેજ હોય છે. તેમની કદર કરનાર માટે તેઓ રાજીખુશીથી જવાબદારી સ્વીકારે છે. તેમને મનગમતું કામ તેઓ ઘણા જ ઉમંગ અને નિષ્ઠાથી કરે છે. કોઈ કોઈ વખત તેઓ તેમના ગજા ઉપરાંતનું કામ સ્વીકારે છે, અને કરે છે, અને તેથી તેમના નાજુક શરીરને નુકશાન પણ થાય છે. તેમને ખીલ, ગૂમડાં જેવાં ચામડીનાં દર્દ થવા સંભવ છે. તેમનાં અગત્યનાં કાર્યો અને યોજનાઓ માટે ૭ અંકી તારીખે એટલે કે ૭મી, ૧૬મી કે ૨૫મી તારીખ શુભ છે. આ ઉપરાંત ૧-અંકી, ૨-અંકી અને ૪-અંક તારીખે એટલે કે કોઈપણ માસની ૧લી, ૨, ૪થી; ૧૦મી, ૧૧મી, ૧૩મી, ૧૯મી, ૨૦મી, ૨૨મી, ૨૮મી, ૨૯મી અને ૩૧મી તારીખે પણ તેમના માટે લાભદાયક છે. રવિવાર અને સોમવાર તેમના માટે શુભ દિવસો છે. જે આ દિવસે અને તારીખ ૨૧મી જુનથી ૨૦મી કે ૨૭મી જુલાઈ સુધીના સમય ગાળામાં અને કંઈક અંશે ઓગસ્ટના અંત સુધીમાં આવતાં હોય તે તે ઘણાં જ નસીબદાર બને છે. શુભ રંગે –તેમના માટે દરેક પ્રકારના લીલા રંગ, બધા જ પ્રકારના આછા કે ઝાંખા રંગે, સફેદ તથા પીળા ૨ો શુકનિયાળ છે ભાગ્યશાળી છે, અને ત્યાં સુધી તેમણે ઘેરા રંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. શુભ નંગ કે ઝવેરાત –તેમના માટે ચંદ્રકાન્ત મણિ (Moonstone) Moss Agate-24113, Catls eye-o sale
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy