SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ૩૩. આ અંક સ્થિર અને ભરોસાપાત્ર ગણાય છે. પણ તે સારા કે ખરાબ કાર્યો માટે બળવાન ગણાતું નથી.. ચીલાચાલુ, રોજિંદા, પદધતિસરનાં અને ભરોસાપાત્ર કાર્યો અને ધંધાઓ માટે આ અંક ઉત્તમ મનાય છે. આ લોકોમાં બીજાઓનું રક્ષણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેમને શહેરના ધમાલિયા જીવન કરતાં ગામડાનું શાંત જીવન, વધારે પસંદ હોય છે. આ અંકવાળા લેક વિચારશીલ, વિવેક અને પ્રતિષ્ઠાવાન હોય છે. જવલ્લે જ તેઓ ખરાબ અસર તળે આવે છે. પણ જ્યારે તેમ બને છે ત્યારે તેઓ બંડ, હુલડ, વિરોધ, તેફાને અને કાનૂન ભંગ સાથે સંડોવાયેલા માલુમ પડે છે. ૪૨. આ અંક ઘણો જ ધાર્મિક મનાય છે. તેઓ ધાર્મિક વૃત્તિવાળા હોય છે. તેઓ પ્રોફેસનલ અને કલાત્મક ધાઓ અને ખાસ કરીને સંગીતના ધંધામાં જોડાય છે. તેઓ બીજાઓને શક્ય તેટલી બધી જ મદદ કરી છૂટે છે. બધા જ પ્રકારની ભાગીદારી માટે આ અંક ઉત્તમ છે. આ અંકની ખરાબ બાજુ એ છે કે તેમણે નીચતા, દશેફટકો અને વિશ્વાસઘાતથી ચેતતા રહેવું કારણ કે આ બાબતમાં કોઈ વખત તેમનું ખૂન પણ થવાને સંભવ રહે છે. ૫૧. આ અંક યોદ્ધા કે લડવૈયાને જસે દર્શાવે છે. આ અંક ખાસ કરીને સાનુકૂળ છે. તે દરેક કાર્યમાં પ્રગતિ તથા સફળતા સૂચવે છે. તે મુશ્કેલીઓમાંથી સહીસલામત પાર ઉતારે છે. આ લોકો દરેક કાર્ય અને બાબતમાં આગેવાની લે છે. તેઓ મુશ્કેલીઓમાં પણ આનંદ અને
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy