SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ મહિનાઓમાં તેમની તબિયત બગડવાનો સંભવ છે, તંદુરસ્તીની દૃષ્ટિએ તેમનું ૧૩મું, ૨૨મું, ૩૧મું, ૪ ચું, ૪૯મું, ૫૮મું, ૬૭મું અને ૭૬મું વર્ષ સારા નરસા ફેરફારોવાળું બનવાની શકયતા છે. અને તેથી આ વરસો દરમ્યાન તબિયત માટે કાળજી રાખવાની જરૂર છે. મૂળાંક-૫ આ અંકવાળા લોકો શારીરિક કરતાં માનસિક શ્રમ વધારે પ્રમાણમાં કરતા હોય છે. તેથી તેમને જ્ઞાનતંતુઓ અને જ્ઞાનતંત્રને અસર કરે તેવા રોગ થાય છે તેમને ચિંતા, શાક વગેરેથી થતા અપ, ગેસ, ડાયેરીઆ જેવા પાચનક્રિયાના રોગ, જીભ ચોંટવી, તેતડાવું, અનિદ્રા, નાક, આંખ, ગળાના તથા શ્વાસનળીઓના સેજાના રોગ ( બૅન્કાઈટિસ ) વગેરે થાય છે. તેમને પૂરતા પ્રમાણમાં ઊંઘ, આરામ અને શાંતિ મળે તે તેઓ ઉપરના રોગોમાંથી મુક્ત થઈ શકે છે, તેમણે જ્યારે માનસિક ખેંચતાણ (tension) કે અશાંતિ લાગે ત્યારે દયાન અને જપ કરવાં જરૂરી છે, તેમની જિંદગીમાં ૧૪મા, ૨૩મા, ૩૨મા, ૪૧, ૫૦મા, ૫૯માં ૨૮મા અને ૭૭માં વર્ષોએ તેમની તબિયતમાં સારાનરસા ફેરફારો થવાની સંભાવના છે અને તેથી તેમણે તે વરસ દરમ્યાન તેમની તબિયત સાચવવી. તેમનું આરોગ્ય કઈ પણ વર્ષના જન, સપ્ટેમ્બરે અને ડિસેમ્બર મહિનાઓમાં કથળવાની શક્યતા છે, અને તેથી તે માસમાં પણ તેમણે વધારે પડતા શરીરશ્રમ અને અપથ્ય ખાનપાનથી બચતા રહેવાની જરૂર છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy