SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ૩. તમારામાં વાણ, લેખન અને સર્જનાત્મક કલ્પના માટે સુપ્ત શક્તિ એ રહેલી છે. છતાંય તમે તમારી જાતને અભિવ્યક્ત કરવામાં ઘણું જ મુશ્કેલી અનુભવે છે. આ દૂર કરવા તમારે સમાજના લોકો સાથે છૂટથી હળવા મળવાનું રાખવું જોઈએ તથા જીવનની વધુ હળવી અને સારી બાજુ તરફ દષ્ટિ રાખવી જોઈએ. કોઈ પણ સમૂહું, સામાજિક સંમેલન અને મેળાવડામાં તમે ભળી જાવ અને નૃત્ય, સંગીત, અભિનય, ભાષણ વગેરેથી બીજાઓનું મનરંજન કરો. એક વખતે અનેક વસ્તુઓ પાછળ . તમારી શક્તિ એ વેડફી નાંખશે નહી, પણ ફક્ત એક જ બાબત ઉપર તમારું ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરો. કિંઈપણ બાબતમાં તમે ઝડપથી નિર્ણય લઈ લે. તમે ખિન કે વ્યગ્ર બનશે નહી તથા તમારા મનભાવે વારંવાર બદલ નહીં.. ગપ્પાં - કે નિંદામાં સમય વિતાવશે નહીં. એ ય વસ્તુ કે ધ્યેયને લક્ષમાં રાખીને, તમારામાં રહેલી અભિવ્યક્તિ માટેની છૂપી શક્તિઓ વિકસાવે. તેમ કરવાથી તમને જીવનમાં જરૂરથી સફળતા મળશે. - * ૪. તમારામાં કામને ઢીલમાં નાખવાની કે મુલતવી રાખવાની ટેવ છે. તમે કાળજી અને ચીવટ વિનાના, આળસુ, જક્કી અને અસહિષ્ણુ પણ છો. તમને વ્યવસ્થા, નિયમિતતા, કામકાજથી વિગત અને કરકસર ગમતાં નથી. તમે તમારામાં સુપ્ત રહેલી મૂલ્યાંકન માટેની શક્તિ, વિકસાવે. તમે તમારા કામકાજ માટે સમયપત્રક, તયા, Rયપત્રક બનાવે અને તે પ્રમાણે જ કામ કરવાનું રાખે.. તમારા કામને વ્યવસ્થિત બનાવે અને તે રીતે તમારી
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy