SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૪ ભાગ્યનો ઉદય થયે. અને તે ધીમે ધીમે સૂર્યને કદીય અસ્ત ન થાય તેવું સામ્રાજ્ય બન્યું. તેનું કારણ કરે નીચે પ્રમાણે આપે છે. GREAT BRITAIN માં ૧૨ અક્ષરો છે, જયારે UNITED KINGDOM માં ૧૩ અક્ષરો છે. દેશનું નામ ૧૨ અક્ષરોવાળા શબ્દમાંથી ૧૩ અક્ષરોવાળા શબ્દમાં પલટાયું અને તેથી તેની ઉન્નતિ થઈ. તેથી ૧૩નો અંક બધાને માટે ખૂબ જ અપશુકનિયાળ છે તેમ માનવું સત્યથી વેગળું ગણાશે. તે પછી ૧૩ના અંક ઘણો જ ભયંકર છે એવી માન્યતા યુરોપ અને અમેરિકાના દેશમાં કેવી રીતે પ્રચલિત બની ? એક મત પ્રમાણે છેલા ખાણા (Last Supper) વખતે ૧૩ જણ જમવા માટે બેઠા હતા. અને તેમાંથી એક (ઈસુ ખ્રિસ્ત) નું થોડા જ સમયમાં અવસાન થયું હતું. આ હકીકત ઉપરથી આ વહેમ ઉત્પન્ન થયે હોય કે એકી સાથે ૧૩ જણ જમવા બેસે તે અશુભ છે અને તેમાંથી એક જણનું એકાદ વર્ષની અંદર જરૂરથી મૃત્યુ થાય છે. ધીમે ધીમે આ માન્યતામાંથી ૧૩ ના અંકને અશુભ માનવામાં આવ્યો હોય તે બનવા જોગ છે. આ અંકના અશુભ હોવા પાછળ તેનું પ્રતીક ચિત્ર પણ કારણરૂપ હોઈ શકે છે, પ્રકરણ છઠ્ઠામાં તેનું વિગતવાર વર્ણન આપવામાં આવેલું છે. તેમાં તેને માણસોના માથાઓની દાતરડા વડે લગુણ કરતા મૃત્યુ કે હાડપિંજર તરીકે આલેખવામાં આવ્યું છે, આ ચિત્ર ઉપરથી પણ ૧૩ના અંકને ભયંકર માનવામાં આવ્યો હોય, એક રીતે જોઈએ તે અંક-૧૩, અંક “જનો જ એક
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy