SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ * * * સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામંડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (ડલા) - યાં તેમજ ભામંડલના હરણની કથા યથાર્થ કહી સંભળાવી. એ સર્વ વતાંત મુનિના મુખ થકી ભામંડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી મુરછા ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલો પુર્વ જન્મને વૃતાંત પિોતે કહેવા લાગ્યો. તે સાંભળીને ચંદ્રગત્યાદિ રાજા પરમ સંવેગને પામ્યા. પછી માહાબુદ્ધિમાન ભામંડલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી તિજ જેનુ હરણ થયું તે આ મારો ભાઈ છે એમ કહી આનંદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યા. પછી જેના અંગ ઉપર આનંદ કરી રોમાંચ ઉઠેલાં છે અને તત્કાલ જેને સ૮દ ભાવ ઉપને છે. એ તે ભામંડલ, તેણે ભૂમિ ઉપર માથું ટેકીને રામને નમસ્કાર કર્યો. તે વખત ચંદ્રગતિ રાજાએ જનક રાજાની તરફ દુત મોકલીને વિદેહા સહિત તેને બોલાવ્યો. ત્યાં આવ્યા પછી ત્યોને ભામંડલને સર્વ વૃતાંત સંભળાવીને કહ્યું કે આ તારો પુત્ર છે. એવું તેનું બોલવું સાંભળીને મેઘની ગર્જના કરી જેમ મેરને આનંદ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદહાને ઘણો આનંદ થયો, પછી વિટ હાના સ્તનમાંથી દુધ નીકળવા લાગ્યું. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામંડલે નણીને ત્યોને નમસ્કાર કરો. પછી ત્યોએ પોતાના પુત્રના માથા નું ચુંબન કર્યું, એ બધું જોઈને સંસારથી વિરકત થયો થકો ચંદ્રગતિ રાજાભામંડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભૂતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યભુતિ મુનિને, પોતાના પિતા ચંદ્રગતિ મુનિ ન જનકને, વિદેહાને, દશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પોતાના નગર પ્રત્યે ગયો, દશરથ રાજા સત્યભુતિ મુનિને નમસ્કાર કરીને પો તાના પુર્વ જન્મનો વૃતાંત તેને પુછવા લાગ્યું. ત્યારે મુનિ કહે છે કે, હે દશરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિત્મા ભાવન નામને વાણી એ રહેતો હતો. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપસ્તિ નામની કન્યાપણે તું પુરવ જન્મમાં થયા, તે પુત્રી સાધુની નિંદા કરનારી થઈ. તે પાપના યો ગથી મરીને તેને જીવ બીજી પસ્વાદિક યોને પામ્યું. એમ કરતાં કોઈ એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની સ્ત્રી સુ | દરીના પેટે વરૂણ નામના પુત્ર થયો. તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy