SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) કર્યો. અમે સર્વ જાઓને જીતી લીધા. ત્યાર પછી જગમ પૃથ્વીની પઠે દ. શરથ રાજાએ કેકઇની સાથે વિવાહ કર્યો. તે વખતે ઘણું આનંદમાં આવી ને તે રાજા પોતાની સીને કહેવા લાગ્યો છે. હે કે તારી ચાલાકી તથા તારૂ સામર્થ જોઈને હું ઘણે રાજી થયો છું. હવે તેને બદલો તું મારી પાસેથી માગી લે, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, તુ મારી પાસે વર માગ. ત્યારે કોઈ કહેવા લાગી કે હે પ્રાણનાથ જે વખતે મને ગરજ લાગશે તે વખતે માગી લઈશ. હાલ એ વર હું તમારી પાસે અનામત રાખુ છું. એવું તેનું બોલવું સાંભળીને રાજાએ તે માન્ય કરવું. ત્યાર પછી તે લક્ષ્મી જેવી કકઈને સાથે લઈને તથા પોતાના સૈન્ય સહિત દશરથ રાજા પાછો આ વીને પિતાના રાજગ્રહમાં ગયે. અને જનક રાજા પિતાની મિથીલા નગરીમાં ગ, કહ્યું છે કે, “સમય જાણનારા બુદ્ધિમાન પુરૂ કાર્ય શિવાય ભળતાજ ઠેકાણે રહીને વેગ ગુમાવતા નથી.” પછી દશરથ રાજા મધું દેશના રાજાને જીતીને તેજ નગરમાં રાજ કરવા લાગ્યા. પ્રથમના ભયથી અયોધ્યા નગરીમાં ગયો નહીં. અને પિતાની કેશલ્લા પ્રમુખ સીઓને પણ ત્યાં જ બોલાવી લીધી. કહ્યું છે કે, “પ્રા કમી પુરૂષ જ્યાં જાય ત્યાં તેને પોતાનું રાજ્ય છે,” તે નગરમાં પિતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા ઘણા દિવશ રહ્યા. કેમકે પોતે મેળવેલી પૃથ્વી રાજાને ઘણી પ્રિય હોય છે. કોઈ એક સમયે પાછલી રાતના વખતે કૈશલ્યાને એક સ્વપન આવ્યું. તેમાં હાથી, સિંહ, ચંદ્ર, તથા સુર્ય, એ ચાર પદાર્થ તેણે દીઠાં. તે બળદેવના જન્મના સુચક થયા, તેવા પ્રસંગે બહ્મદેવ લોકથી કોઈ એક માધક દેવ ચવીને જેમ પુષ્કરણીમાં હંસ ઉત્પન્ન થાય, તે પ્રમાણે કાશલ્યાના ઉદરમાં તેણે આવી અવતાર લીધો. માસ પુરા થએ થી માણસોમાં કમળ જેવ, રંગમાં પુંડરીક નામના કમળને પણ લાયમાન કરે એવા, સંપુર્ણ લક્ષણ સહિત, મહાન દિવ્ય પુત્રનો જન્મ થયો. ચંદ્રના દર્શનથી જેમ સમુદ્રને આનંદ થાય તેમ કમળ જેવા નેત્ર વાળા પહેલા પુત્ર ને જોતાં જ દશરથ રાજાને મહા આનંદ થયો. તે વખતે અથ જનોને ચી તામણીની પઠે રાજાએ અગણિત દાન દીધુ. મોટા પુરૂષને ઘેર પુત્રનો જન્મ થએથી દાન દેવાવાનો ચાલ જ છે. સર્વ પ્રજાને ખબર પડતાં જ તે પ્રજા અતિ રાજી થઈ. ને મે ઉત્સાહ કર્યા, દુર્વા, ફુલ, મેવા ફલાદિકે કરી યુક્ત પુર્ણ પાત્ર પ્રજાએ રાજને શેર મેકલાવ્યાં, આખા નગરમાં ઉત્તમ પ્રકારનાં
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy